________________
વનરાજ
૪૩
જૈનધર્મને આવી રીતે તેણે આશ્રય આપ્યો તેથી જૈન ગ્રંથકાર કહે છે કે “ઈર્ષાથી કોઈ માનતું નથી પણ વનરાજની વેળાથી ગૂજરાતનું રાજ્ય શ્રાવકેએ સ્થાપ્યું છે.” આ પ્રમાણે જાત્યાભિમાન બતાવવાને તેને કારણ છે. વનરાજ પિતે કિયે ધર્મ પાળતો હતો તેને કાંઈ નિશ્ચય થત નથી. પણ તે દેવભક્ત કહેવાતું અને જે કામદેવે થોડી વાર પણ શિવ સરખા ઉપર જિત મેળવી હતી તે કામદેવને તેણે જિત્યો હતો તેથી તેનાં વખાણ થયાં છે. ઉમામહેશ્વર અને ગણપતિની મૂર્તિયો હજુ સુધી પાટણમાં છે; તેમના ઉપર લેખ (સં. ૮૦૨નો) છે. તે ઉપરથી જણાય છે કે અનહિલવાડ સ્થાપ્યું તે વેળાએ વનરાજે તેની પ્રતિષ્ઠા કરી છે. કદાપિ એમ પણ હશે કે એના પછી જે રાજાઓ થયા તેમની પેઠે આ પહેલો ચાવડે રાજા પણ પિતાના ધર્મ વિષેના અભિપ્રાયમાં જરા પણ મતાભિમાની નહિ હોય; અને અગરજે તે શિવભક્ત હતો તે પણ કૃતજ્ઞતા અને પુત્રભક્તિથી ઉશ્કેરાઈને, તેમ જ રાજનીતિને અનુસરીને, તેણે કદાપિ તીર્થકરેના ધર્મના આચાયને ઉત્તેજન આપ્યું હશે.
ઈ. સ. ૬૯૬ માં વનરાજ જભ્યો અને ઈ. સ. ૮૬ માં દેવ થયે અને અણહિલવાડમાં ૬૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના પછી તેને કુમાર પોગરાજ પાટ બેઠે.
૧ એરગના લખવા પ્રમાણે વનરાજે ૧૦૦ વર્ષ ૨ માસ ને ૨૧ દિવસનું આયુષ્ય ભગવ્યું તેમાં તેણે ૫૯ વર્ષ ૨ માસને ૨૧ દિવસ રાજ્ય કરયું. સંવત ૭૫૨ વૈશાખ શુ. ૧૫ જન્મ સંવત ૮૬ર આષાઢ શુદિ ૩ ગુરૂવારે યોગરાજને રાજ્યાભિષેક થયે છે તે લગભગ વનરાજની મરણતિથિ.
૨. ઉ. - ૨ રનમાળા પ્રમાણે વનરાજ ઈ. સ. ૬૯૬ માં જન્મ્યા. અનઅકબરી ગ્રંથ ઉપરથી ગુઈલફડ કહે છે કે ૭૪૬ માં તેણે નરવાળા બાંધ્યું. તે વેળાએ તેની ઉંમર ૫૦ વર્ષની હતી. એ રીતે તે સન ૬૯૬ માં જન્મેલો એ વાત ખરી. પ્રબંધ ચિંતામણિમાં લખ્યું છે કે વનરાજે ૭૪૬ થી ૮૦૬ સુધી ૬૦ વર્ષ રાજ્ય કરવું. આ ગણતરી પ્રમાણે તે ૧૧૦ વર્ષની ઉંમરે મરણ પામ્યો ગણવા જોઈએ. કર્નલ ટોડ લખે છે કે તેણે ૭૪૬ થી રાજ્ય કરવા માંડ્યું તે ૫૦ વર્ષ સુધી કરવું અને ૬૦ વર્ષને થઈ તે મને રણુ પામ્યો. પણ છેક ૧૦ વર્ષની ઉંમરે તે અણહિલપુર સ્થાપ્યું નહિ હોય, તેમ જ આ ગણતરિયે તેના મરણનું વર્ષ બીજા પ્રમાણ સાથે મળતું આવતું નથી. સે વિશા વનરાજને જન્મદિવસ જે નક્કી કરે છે તે ખરે નથી. બલ્હાર રાજાઓના ઘણું દિવસ સુધીના રાજ્ય સંબંધી ટાસ વેસ્ટર્ન ઈન્ડિયા નામના પુસ્તકમાં અને આર્મ
સ્થાનના પ્રવાસિયોના લેખમાં જેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com