________________
રાસમાળા
તેણે જઈને કહ્યું કે ૧ર૯૭ ની સાલમાં અનહિલપુર ભાગશે.” અલ્લાઉદીન ખુનીની વખતમાં આ ભવિષ્ય કેવી રીતે ખરું પડ્યું તે વિષે આગળ લખવામાં આવશે. | વનરાજને જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે વચન આપ્યા પ્રમાણે તેણે શ્રીદેવી પાસે રાજતિલક કરાવ્યું અને જાઅને પ્રધાનપદવિયે સ્થાપ્યો. પછી વનરાજનું મન પિતાના જૂના રક્ષણહારશીલગુણસૂરિ ભણી ગયું. તેની પાસે એની માતા રૂપસુંદરી રહેતી હતી. જૈનધર્મના ખરા ઉપાસકને પિતાના ધર્મનિયમથી શાન્તિ મળે છે તે પ્રમાણે રૂપસુંદરી પોતાની વિધવાવસ્થામાં અને પડતી દશામાં શાન્તિ પામેલી હતી. વૃદ્ધ રાણી અને તેનો ધર્મગુરૂ જે મૂર્તિની પૂજા કરતાં હતાં તે મૂર્તિ સુદ્ધાં, તેમને અણહિલપુરમાં તેડી લાવ્યો. ત્યાં એક દેરાસર બંધાવ્યું તેમાં પેલી મૂત્તની પ્રતિષ્ઠા કરીને તેનું નામ “પંચાસર પારસનાથ” પાડયું. પ્રદક્ષિણા ફરવાની જગ્યામાં વનરાજની મૂર્તિ રાજ છત્ર સહિત સેવકના ડળથી પધરાવી છે, તે હજુ સુધી છે.
--
*
S
ક
ર :
-
-
રક
\
* મેરૂતુંગના લખવા પ્રમાણે સંવત ૮૦૨ વૈશાખ શુદિ ૨ સેમે, પાટણના ગણેશના લેખમાં સં. ૮૦૨ ચૈત્ર શુદિ ૨ અને “પાટણની રાજાવલિ” માં સં. ૮૦૨ શ્રાવણ શુદિ ૨ સેમે વૃષભ લગ્ન વસાવ્યું લખેલ છે. શાસ્ત્રી વ્રજલાલના કહેવા પ્રમાણે સંવત્ ૮૦૨ આષાઢ સુદ ૩ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com