________________
વનરાજ
૩૫
“બ્રાહ્મણ ઋષિ તપ કરે છે અને પિલુડના વનમાં રહે છે તેમને મારું નામ આપી “મેંપી આવે, એટલે તેને ત્યાં રક્ષણ થશે. તે ઉપરથી સૂરપાળ પિતાની બહેન અક્ષતા રાણીને બ્રાહ્મણોના આશ્રમે મૂકી આવ્યો. બ્રાહ્મણોએ તેને સારી રીતે સંરક્ષણ કર્યું. સૂરપાળ બહારવટે ગયો. રાણુ અક્ષતા(છત્ત)ને કુંવર જો. તે વનમાં જન્મ્યો માટે બ્રાહ્મણોએ તેનું વનરાજ નામ પાડ્યું, અને જાતકર્માદિક સર્વ સંસ્કાર કર્યો. એ આશ્રમ પાસે ઈદ્ર નામનું સરેવર હતું. તેને કાંઠે વનરાજ બ્રાહ્મણોના છોકરાઓ સાથે રમત અને 'મસ્તી કરતે. બ્રાહ્મણો પાસે વનરાજ વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. જોઈ દીધા પછી વેદ ભ, વિષ્ણુગુપ્તાદિક પંડિતોએ રચેલા નીતિગ્રન્થ શીખે. તે ઇતિહાસની પુરાતન વાત સાંભળો. પછી તેણે પોતાનું ગૂર્જર દેશનું રાજ્ય હસ્તગત કરવાનો વિચાર કરો. એક સમયે ઈન્દ્ર સરેવરને કાંઠે ગ્રીષ્મ ઋતુમાં વડના ઝાડ નીચે વનરાજ ચૂત હતે. સૂર્ય નમ્યા પછી વનરાજના રહો ઉપર તડકે આવ્યા ત્યારે એક વાગે આવી તેની ઉપર ફેણ કરી હતી. ફેણની છાયા વનરાજના મોં પર બ્રાહ્મણે એ જોઈ વિચાર્યું કે
આ બાળક બહારના શત્રુઓને હણીને ગૂર્જર દેશનો રાજા થશે, અને તે સાથે સૌરાષ્ટ્ર “અને લાટ દેશના રાજાને પણ જિતશે. આ રાજાના જન્માક્ષરમાં જેમ રાજ્યપદ લખેલ
છે તેમ પરાક્રમીપણું પણ જણાય છે. પછી વનરાજ પોતાના મામા સૂરપાળને સાથે લઈને બહારવટે નીકળે. પ્રથમ દશ દ્ધા સંગાતી થયા, પછી શેડે થેડે સૈન્ય વધ્યું. એક વખત કને જ દેશના ભૂભટ રાજાનું સૈન્ય ગૂર્જર દેશની ખંડણી ઉઘરાવવા આવ્યું હતું. તે વીશ લાખ સુવર્ણની રહેશે અને ચારસેં જાતવંત ઘોડા લઈને સ્વદેશ જતું હતું તેને વનરાજે જિતને સઘળું લુટી લીધું. પછી એક વર્ષ સુધી કાઢ્યુંભર વનમાં વનરાજ છુપાઈ રહ્યો, ને પછી ગુર્જર દેશને રાજા તે બળથી થયે. મેઢેરા બ્રાહ્મણોના ગ્રન્થમાં, વનરાજની માતા છત્તા (અક્ષતા) આશ્રમમાં આવી અને વનરાજ મહે થયે તે સંબંધી હકીક્ત સવિસ્તર લખી છે. જેને લોકોના ગ્રન્થમાં જૈન સાધુ શિલગુણ સૂરિએ વનરાજની માતાને આશ્રય આપ્યો એમ લખેલ છે, એ વાત ખોટી છે. કેમકે જેન સાધુઓને એવો ધર્મ છે કે એનાથી વનમાં રાણીને આશ્રય આપી શકાય નહિ. વળી જૈન ગ્રન્થકાર લખે છે કે “તદ્વેષ નૈવ મન્યતે” અમે રાણુને આશ્રય આપ્યો તે વી બ્રાહ્મણ માનતા નથી. આ લખવા ઉપરથી રાણીને વનમાં બ્રાહાએ આશ્રય આપે છે એ વાત સાચી ઠરે છે. વનરાજ ચાવડે પિતે નવીન નગર બાંધવાને શુરવીર ભૂમિ ખેળ હતો, એવામાં અણહિલ રબારિયે એને “વત્ર રાશન જા ત્રાતઃ” જ્યાં શશ કૂતરાને નસાડ્યો છે, એવી શુરવીર ભૂમિ દેખાડી. પછી વનરાજે એ સ્થાનમાં અણહિલ રબારીને નામે અણહિલપુર વસાવ્યું તે સમયે વનરાજ વર્ષ ૫૦ની ઉંમરને હતો. ત્યાં વિક્રમ સંવત ૮૦૨ આષાઢ શુદિ ૩ દિને વનરાજને રાજ્યાભિષેક થયો.” ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com