________________
૬૫
એકવીશ ભવને સ્નેહસંબંધ ભૂલે ચુકે પગ પડી જાય તેય નાહી નાખતે દિવસ ભરમાં તે જાણે કેટલીય વાર નાહી નાંખતો હશે. એવા તે શૌચમાં ચુસ્ત કપિલના મનમાં શૌચ સંબંધી અનેક વિચારે આવતા હતા.
“ગાય, ભેંસ કુતરાં બીલાડાં આદિ અનેક પશુઓએ રાતદિવસ વિષ્ટા અને મુત્ર કરેલાં એવા અપવિત્ર માર્ગમાં ચાલનાર બ્રાહ્મણનો શૌચધર્મ શી રીતે રહે? તેમજ જે ભૂમિ ઉપર સારાય વર્ષ દરમિયાન અનેક પશુઓએ વિષ્ટા અને મુત્ર કરેલાં હોય, તે ભૂમિની એ અપવિત્રતા વર્ષાકાલે વરસાદથી ધેવાઇને બધી નદી કે તલાવમાં તણાઈ જાય છે એ નદી કે તળાવમાં સ્નાન કરનારે બ્રાહ્મણ શી રીતે પવિત્ર થાય? સત્ય વાત તો એ છે કે શૌચધર્મ પાળનારને શૌચધર્મ વસ્તીમાં રહેવાથી સચવાતું નથી. મનુ. ધ્ય અને પશુથી રહિત સમુદ્રની મધ્યમાં કઈ દ્વીપ હેય તો ત્યાં રહેવાથી શૌચધર્મ બરાબર પાળી શકાય.
અનેક વિચારોથી અને પિતાને શૌચધર્મ બરાબર નહી પળવાથી દુભાતો તે કપિલ દુઃખે દુ:ખે કાલ વ્યતીત કરતો હતો. એકદા કેઈ નાવિકના મુખથી એણે સાંભળ્યું કે “સમુદ્રની મધ્યમાં શેરડીના વાઢથી ભરપુર અભય નામે દ્વીપ છે. મનુષ્ય અને પશુથી રહિત એ દ્વીપમાં શૌચધર્મ બરાબર પાળી શકાય, ખલાસીની આ પ્રકારની વાણી સાંભળી કપિલે અભયદ્વીપ જવાની તૈયારી કરી :
સગાં સંબંધી અને સ્નેહીજનોએ અનેક રીતે સમજાવવા છતાં કેઈનું વચન નહી સ્વીકારતાં સર્વને સ્નેહનો ત્યાગ કરીને કપિવ વહાણુમાં બેસી અભયદ્વીપ ચાલ્યા તાવિકે પણ અભયદ્વીપમાં કપિલને મુકી દીધો, જનશુન્ય અભયદ્વીપમાં એકાકી કપિલ વાવડીઓના પાણીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com