________________
એકવીશ ભવને નેહસંબંધ
S
કુલગુરૂના જવાબમાં કલાવતી પોતાનું દુ:ખ સાંભરી આવવાથી રડી પડી. કલાવતીના રૂદનથી કુલગુરૂએ એને વિશેષ ન પૂછતાં આશ્વાસન આપ્યું
વત્સ! સંસારમાં સુખ દુ:ખ એ તો પાપ અને પુણ્યરૂ૫ વૃક્ષનાં ફળ છે. પોતે જે કંઈ પાપ અગર પુણ્ય કરેલાં હોય છે તેનાં ફળ કાલાંતરે જીવને ભેગવવાં પડે છે. પોતાની કરેલી બુરાઈ અગર ભલાઈનાં ફળ ભોગવતાં “હર્ષ કે શેક શું કરું? તારું સંપૂર્ણ લક્ષણયુક્ત શરીર, ગંભીર વાણી તેમજ વિશાળ ને જોતા તું કઈ કુલીન અને મોટા ભાગ્યવાળી છું, તારું કલ્યાણ થશે માટે જરી ધીરજ ધારણ કરી સુખેથી થોડો સમય અમારા આશ્રમમાં રહી તારા આ ભાગ્યવંત બાળકનું પાલન કર, અમારા તાપસીઓના સમુદાયમાં તને ઠીક પડશે, તો તાપસીઓના સમુદાયમાં રહી યથાશક્તિ ધર્મને આચર કે જેથી તારું ભવિષ્યમાં સારૂં થશે.” કુલગુરૂની વાણી સાંભળી કલાવતીને સારા ભવિષ્યની આશા થવાથી એણે ગુરૂની વાણી અંગીકાર કરી. તપસ્વીનીઓની મધ્યમાં રહી છતી કલાવતી બાલકનું પાલન કરતી પિતાને કાલ વ્યતીત કરવા લાગી.
પશ્ચાત્તાપ... सहसाविदधीत न क्रिया
'मविवेकः परमापदां पदम्। वृणुते हि विमृश्यकारिणं
गुणलुब्धाः स्वयमेव संपदः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com