________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દુ:ખ જરા વિસરી ગઈ જાણે કે રાત્રીની સાથે એનું દુ:ખ પણ પૂર્ણ થયું કે શું !
પ્રાત:કાળે સૂર્યોદય થતાં સિંધુ નદીના જળમાં સ્નાન કરવાને આવતા એક તાપસની નજર ભાગ્યેગે આ વનદેવી કલાવતી ઉપર પડી, “અરે ! આ શું! આ તે કઈ - વનદેવી કે વિદ્યાધરી! પોતાના બાળકને લઈને ક્રીડા કરવા આવનારી આ નાગાંગના કે કૃપાંગના! આ કેણ હશે? કઈ દિવસ નહિ ને આજે આ દશ્ય જેવાથી ચકિત થયેલો તે ધીરે ધીરે કલાવતી પાસે આવ્યો. વિચિત્ર વેશવાળા આ પુરૂષને જોઈ કલાવતીનું મન શંકાશીલ થયું, છતાં દિવ ઉપર ભરોસો રાખીને ભાવીને વિચાર કરતી સાવધ થઈ ગઈ,
“બહેન ! આ ભયંકર જગલમાં તમે શું ભૂલાં પડ્યાં છે? કે અકસ્માત આવી ચડ્યાં છે? ગભરાશે નહિ ધીરજથી કહે એ તાપસપુરૂષની મધુર વાણું સાંભળી કલાવતીને હિંમત આવી.
* “ભાઈ! હું એક દુ:ખ અને દુર્ભાગ્યના યોગે જગઉલમાં આવેલી અનાથ સ્ત્રી છું. જનશૂન્ય આ જંગલમાં તમે ક્યાંથી ?”
અહીં નજીકમાં અમારે તાપસને આશ્રમ છે ત્યાં અમારા કુલગુરૂ તમારું સ્વાગત કરશે, એમના ધર્મોપદેશથી તમારું દુ:ખ દૂર થશે, માટે ચાલે. તમને ગુરૂજી સારે માર્ગ દેખાડશે.” - તાપસનાં વચન સાંભળી કલાવતી પોતાના બાળકને લઈ તાપસની સાથે ચાલી. તપોવનમાં આવેલી કલાવતીએ કુલગુરૂને નમી પ્રણામ કર્યા તેમની આગળ હાથ જોડી બેઠી. કુલગુરૂએ કુશલવાર્તા પૂછી. “વત્સ! આ ભયંકર અરણ્યમાં એકાકી ક્યાંથી ?” . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com