________________
નિવેદન
જૈન સાહિત્યનું સર્જન એવા પ્રકારનું હોવું જોઈએ કે જેના મનનપૂર્વક વાંચનથી વાંચનાર ઉપર એ વસ્તુતત્વની છાયા પડે, તેમજ વાંચનારે એક વખત વાંચવું શરૂ કર્યું કે એના રસની જમાવટમાં આકર્ષાયેલા એને પૂર્ણ કરવાની તલ્લિનતા રહે. સાહિત્યની વસ્તુમાં સૂનેક પ્રકારની ભાવના હોય છે. તેમાંય વસ્તુત: જૈન સાહિત્યની ભાવના તે એવા પ્રકારની જ હોય છે કે તેથી વાંચકની ધર્મ ભાવના અવશ્ય પિષાય છે. એ સાહિત્યની અસરથી વાંચકનું મન અનેક પ્રકારના પલટા લે છે એના હૃદયના આંદોલનમાં તે અનેક તોફાન જગાવે છે.
આજના જડવાદના જમાનામાં યુવકેની ભાવના સંસારના અનેક આકર્ષણમાં લેભાઈ સંકુચિત થઈ જાય છે એ બાહા આકર્ષણેમાં જ જીવનનું સર્વસ્વ માની ત્યાંથી આગળ વધતાં એના કદમ અટકી જાય છે. પછી તો આ ભવના રંગરાગમાં મુંઝાઈ પરભવના હિત માટે કંઈક કરવાની ભાવના મૃતપ્રાય થઈ જાય છે. કારણકે આ ભવ મીઠા તો પરભવ કેણે દીઠા!
આજના યુવકની આવી સંકુચિત ભાવનામાં તોફાન જગાવવા માટે આવા જૈન સાહિત્યની પ્રસિદ્ધિની. ખુબ ખુબ અત્યારે જરૂર છે, એમ અમે માનીયે છીએ, આજના યુગમાં સાહિત્ય તો અનેક પ્રગટ થાય છે ને એવા સાહિત્યને ઉત્તેજનારાઓનીય આજે કાંઈ ખામી નથી. જૈન સાહિત્યના નામ હેઠળ પણ આજે એવાં સાહિત્ય પ્રગટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com