________________
થયા, તેઓ પાટણવાડાના રહીશ હતા. તેમણે પણ ચૌદ વર્ષની વયે સંવત ૧૭૨૩ માં દીક્ષા લીધેલી ને તે પછી સં ૧૯૭૫ માં સ્વર્ગે ગયા. તેમની પાટે ક્ષમાવિજયજી થયા તેમની પછી જીનવિજયજી, તેમની પછી ઉત્તમવિજયજી ને તેમની પછી શ્રીમાન પદ્મવિજયજી થયા.
પંડિતશ્રી પદ્મવિજયજી અમૂદાવાદના રહીશ હતા, સં. ૧૯ર માં જન્મ ધારણ કરી સં. ૧૮૦૫ માં દીક્ષા લીધી. સં. ૧૮૧૦ માં વિજયધર્મસૂરિજીએ રાધનપુરમાં તેમને પંડિતપદ આપેલું હતું. તે ૧૮૯૨ માં સ્વર્ગ ગયા.
એમના શિષ્ય શ્રીમાન રૂપવિજયજી ગણિવર થયા એમના જીવન સંબંધી ખાસ હકીકત જાણવામાં નથી છતાં તેઓ વિદ્વાનને માનવા ગ્ય, ક્રિયાપાત્ર, તપસ્વી તેમજ જૈન શાસનના આભૂષણરૂપ હતા, એમની અનેક કૃતિઓ-પૂજા વગેરે જોવાય છે તેઓશ્રી આ પૃથ્વીચંદ્રગુણસાગર કાવ્યના રચયિતા છે. પૂર્વાચાર્યે રચેલું તેને ઉદ્ધાર કરી આધુનિક અલ્પબુદ્ધિવાળા ને ઉપૂયોગી થાય તેવું સરળ ગદ્ય તેમજ પદ્યભાષામાં બનાવી સંવૃત ૧૮૮૨ની સાલમાં તેમણે અમદાવાદમાં-રાજનગરમાં પૂર્ણ કર્યું
તપગચ્છથી પાટ પરંપરાએ શ્રી વિજયજીનેંદ્રસૂરિજીની પાટે નવીન–બાળ સુર્ય જેવા વિજય દિનેદ્રસૂરિજીના સમયમાં સંવત ૧૮૮૨ના શ્રાવણ સુદી પંચમીના દિવસે તેમણે રાજનગરમાં આ ગ્રંથની પૂર્ણતા કરી–સંપૂર્ણ કર્યો ને સં. ૧૯૦૫માં પિતે (શ્રી રૂપવિજયજી) સ્વર્ગે ગયા.
લેખક અક્ષય તૃતીયા ૧૭ 3 મણીલાલ ન્યાલચંદ શાહ
દહેગામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com