________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
કલાવતી હૃદયમાં બેફાટ અમુંઝણ થવાથી મૂચ્છિત થઈ ગઈ
વનની મધુરીને મંદમંદ પવનની લહેરોથી ઘેડી વારે કલાવતી જાગ્રત થઇને ધીમેથી બેઠી થઈ તો તેની નજર એક રાક્ષસી જેવી, હાથમાં કત્તિક લઈને ઉભેલી ભયંકર ચંડાલણ ઉપર પડી. રાજાએ મોકલેલી એ ચંડાલણીની ભયંકર ડાકણ જેવી આકૃતિ જોઇને જ રાણી ભયથી થીજી ગઈ.
કેમ ડરે છે શું ? તારા દિવસો હવે ભરાઈ ગયા છે એ સમજી તું?”
તું કોણ છે? અને કેમ આવી છે. જેમ તેમ કરી પરાણે હિંમત લાવી કલાવતી બેલી,
હ કેમ આવી છું તે જે તને બતાવું, આ કર્ણિકાથી બાજુબંધવાળા તારા આ બન્ને હાથ દવા આવી છું સમજી કે પાપિણી?” ભયંકર અટ્ટહાસ્ય કરતી એ મનુષ્ય રાક્ષસી બેલી.
મારા હાથ દવામાં તને શું લાભ ?” કલાવતી નિશ્વાસ નાખતી બેલી.
લાભ! રાજાજીને હુકમ બજાવું એ લાભ. જાણતી નથી રાજા તારી ઉપર રહ્યો છે તે ?” ને તરત જ અધીર એવી ચંડાલણીએ આભૂષણ યુક્ત કલાવતીના બન્ને હાથ છેદી નાખ્યા ને અટ્ટહાસ્ય કરતી રાજાજીને એ હાથ અર્પણ કરવા નગર તરફ ગાલી ગઈ
માનવી ન જાણે કે, અમારૂ શું થવાનું છે, * ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com