________________
૪૫૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિવેકી જ! મારે આશ્રય કરી મુક્તિ નગરીમાં જાઓ, ત્યાં તમને કઈ હેરાન કરી શકશે નહિ. એ મુક્તિનગરી (નિર્ભય નગરી)માં જવા માટે તમારે નિસરણની ખાસ જરૂર છે પણ આજે નિસરણ (ક્ષપકશ્રેણિ)ને વિરહ હેવાથી તમે વિવેકરૂપ પર્વત ઉપર ચઢી જાઓ કે ત્યાં તમને મોહના સુભ હેરાન કરશે નહિ” એ પ્રમાણે કહી ચારિત્ર ભૂપતિએ સદાગમની સાથે વિવેસ્પર્વત ઉપર ચઢાવ્યા. પછી તે વિવેકારૂઢ થયેલા એ પ્રજાજનને જોઈ આપણા સુભ પાછા પડવા લાગ્યા. વિવેકારૂઢ થયેલ તે પુરૂષ કેવલજ્ઞાનથી મુક્તિનો માર્ગ જોઈ ત્યાં ચાલવા લાગ્યા. તે વારે નામ, ગોત્રાદિક ચારે તમારા બાંધે એમને પકડવા ઘસ્યા પણ તેય નિરાશ થઈને પાછા ફરી ગયા છે તેમને આ બધે પિકાર છે, તે હે દેવ! અત્યારે વ્યર્થ પ્રયાસ કરવાથી શું ? અવિવેકની વાણી સાંભળી મહારાજા ઝંખવાઈ ગયા
અરે! અરે! આટલી બધી વાત આગળ વધી ગઈ છે? તે પણ તું હવે બધા પ્રાણીઓને અજ્ઞાન રૂપી મદિરાનું પાન કરાવ, કે જેથી તેઓ અધર્મમાં પણ પ્રીતિવાળા બનેરુ મહતૃપની વાણી અંગીકાર કરી અવિવેકે તુરત જ એ વાતને અમલ કરી રાજાને સમાચાર આપ્યા
છતાંય મહરાજ અવિવેકને સાથે લઈ નગરનગર ભમવા લાગ્યો તો લોકોને અજ્ઞાનરૂપી મદિરાથી નષ્ટ ચેતના વાળા થઈને યોગ્ય શું કે અગ્ય શું ? ખાવા યોગ્ય શું કે અભક્ષ્ય શું? ધર્મ શું કે અધર્મ શુ? એવા કાર્યાકાર્યથી રહિત જયા પણ પોતાની માસીના નગરમાં લોકોને ધર્મ ધર્મ કરતા જોઈ મુખ મચકડત મહ૫ બે અરે! શું આ લોકોને તે મદિરાપાન કરાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com