________________
=
=
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૫૩
કારેબાર તુ કે ચલાવે છે? તું મંત્રી છતાં આ ચારિત્ર મારી પ્રજાને હરી જાય છે તે જોત-જાણતા નથી શું?
મહારાજાને કલકલાટ સાંભળી અવિવેક રૂપી મંત્રી બેલ્યો “હે દેવ! આપ પ્રસન્ન થાઓ, ખેદને દૂર કરી મારી વાત સાંભળે. પૂર્વે તમારા પિતાએ ચિર સ્થિતિ નામની તમારી માસીના વિવાહ સમયે જગતપુરમાંથી કન્યાદાનમાં એક સીત્તર નગર ભેટ આપેલાં હતાં, એ બધાંય તમારી માસીએ ધર્મરાજાના આશ્રય-આધિપત્ય નીચે મુક્યાં, ત્યાંના જે જે પ્રજાજનોએ ધર્મરાજાને આશ્રય લીધો તેમને ધર્મરાજા સુખ સમૃદ્ધિ આપવા લાગ્યા. જે લેકે અધિકાધિક ધર્મરાજાની સેવા કરવા લાગ્યા તેમને ખુબ આપવા માંડયું. ધર્મરાજાએ અહંત ચકી, બળદેવ, વાસુદેવ વગેરેની સમૃદ્ધિ પણ આપવાથી લેક ધર્મમાં ઉજમાળ થવા લાગ્યા, સુખની ઇચ્છાએ પણ લેકે ધર્મની સેવા કરવા લાગ્યા,
હે નરપતિ! મિથ્યાત્વ દર્શનાદિક તમારા મંત્રીઓએ દુર્ગતિમાં ફેકેલા તમારા પ્રજાજનો પણ ત્યાંથી કાળસ્થિતિ પૂરી કરી નિકળેલા તે પણ દુઃખથી ખેદ પામેલા છતાં ઘર્મરાજાની સેવા કરવા લાગ્યા. ધર્મરાજાનું રાજ્ય અનુક્રમે આ રીતે ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગ્યું, : ચિરકાળ પર્યત રાજ્ય ભગવી ધર્મરાજાએ પોતાના જયેષ્ઠ પુત્ર યુવરાજ ચારિત્રને રાજ્યપદે સ્થાપન કર્યો પરેપકાર રસિક ચારિત્ર નૃપને દીનજને વિનંતિ કરવા લાગ્યા. “હે સ્વામીન 'મોહરાજાના ભૂલ્યાથી પીડા પામેલા અમને તમારા શરણમાં લે. અમને નિર્ભય સ્થાનક બતાવે કે જ્યાં મોહ રાજાના સુભટો અમને પીડે નહિ.”
એમની દીનવાણી સાંભળી ચારિત્ર ભૂપ બોલ્યા, “હે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com