________________
૪૩૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ઉત્તમ નર જાણું વહાણના માલીકે બધો માલ બતાવી તેની સાથે સોદો કર્યો. પણ પિતાનો માલ થડાક સમય સુધી ત્યાં વહાણમાં રહેવા દેવા વહાણના માલેક સાથે શરત કરી, ગુણધર નગરમાં જવાની તૈયારી કરવા લાગ્યો.
નગરમાં ખબર પડતાં વ્યાપારીઓ સમુદ્ર કિનારે આવી પહોંચ્યા ને માલધણીની તપાસ કરવા લાગ્યા ત્યારે વહાણના માલીકે ગુણધર તરફ અંગુલી નિર્દેશ કરી કહ્યું. “માલધણી તો આ ગુણવાન-ભાગ્યવાન છે. .
વ્યાપારી ગુણધર સાથે સોદો કરી માલ પોતપિતાને ઘેર લઈ ગયા, તેમને નાણાં પણ ગણું દીધાં. ગુણધરે એ નાણું વહાણના માલેકને આપી દીધાં. એ જય વિક્રયામાં ગુણધરને કેટી દિનારને લાભ થશે.
સમુદ્ર મારી ઉપર પ્રસન્ન થયે આજે એમ બેલતા ગુણધરે એ કેટી દિનાર સુમિત્રને આપી દીધા, તોપણ લોભી સુમિત્રની ઇચ્છા તૃપ્ત થઈ નહિ, ને તેણે ચીનદ્વીપ જવાને વિચાર કર્યો. ગુણધર પણ તેની સાથે કરીયાણાનાં વહાણ ભરી ચીનદ્વીપ ચાલે.
ગુણધર ત્યાં પણ પુષ્કળ લાભ પ્રાપ્ત કરી સુમિત્રની સાથે પાછો ફર્યો. માર્ગમાં દુષ્ટ સુમિત્રે રાત્રીને સમયે ગુણઘરને સમુદ્રમાં નાખી દેવાનો વિચાર કર્યો. મધ્યરાત્રીને સમયે ગુપચુપ સુમિત્ર ગુણધર પાસે જવા આવ્યા પણ અંધારી રાત્રીએ દિગ ભ્રમથી પોતે જ સમુદ્રમાં પડી ગયે. * પ્રાત:કાળે સુમિત્રને ન જોવાથી ગુણધર વિલાપ કરવા લાગ્યા. પણ સેવકેએ તેને સમજાવી શાંત કર્યો. અનુક્રમે તે તામ્રલિમી નગરીએ આવ્યું. થોડા દિવસ ત્યાં મુકામ કરી સુમિત્રની શેાધ કરાવી પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ પિતાનાં કરીયાણાં વેચી સાર્થની સાથે ગુણધર વીરપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com