________________
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૨૭
આવે છે? એક ચિંતા દૂર થઈ કે બીજી ચિંતા એનું સ્થાન લઇ લે છે માટે એ બધી ચિંતાને ત્યાગ કરી મુક્તિને માગે જવાનો પ્રયત્ન કર,
ગુરૂની વાણી સાંભળી મુક્ત થવાની અભિલાષા વાળા રાજાએ નગરમાં આવી વીરસેન કુમારને રાજ્યપદે સ્થાપન કરી જીનપ્રિય તેમજ મંત્રી, સામંત અને શ્રેષ્ટિની સાથે ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી, છઠ્ઠ, અઠ્ઠમ આદિતપસ્યા કરત ને અગીયાર અંગને શાતા રાજા વીરાંગદ મુનિધર્મને સારી રીતે પાલવા લાગ્યો,
સાધુધર્મની દશવિઘ સમાચારીનું આરાધન કરતા ને મુનિગણની વૈયાવચ્ચ કરતાં ખુબ પુણ્ય ઉપાર્જન કર્યું, પ્રાણાતે અનશનપૂર્વક કાળ કરી મહાશુક દેવ કે ઈદ્રપદને પામે. જીનપ્રિય શ્રાવક પણ એ ઈદને મહર્ષિક એવો સામાનિક દેવ થયે. બન્ને મહાશુકદેવપણાનાં દિવ્ય સુખે ભેગવવા લાગ્યા,
પેલે ધિગ જાતિ મોહન ત્યારથી સાધુ હી થઈ સાધુ એનાં છિદ્ર જેવા લાગ્યો. અભિનિવેશ મિથ્યાત્વવાળો તે પૌષધ, પ્રતિકમણના બહાને ઉપાશ્રયમાં જઈ સાધુએનાં ઝીણામાં ઝીણાં છિદ્રને મોટું સ્વરૂપ આપી લોકની આગળ સાધુઓની નિંદા કરતા પણ તેમના ગુણને ગ્રહણ કરતો નહિ,
અરે જુઓ તો ખરા આ સાધુ તો મુખ આડે મુહપત્તિ રાખ્યા વગર બેલ બોલ કરે છે. આ સાધુ બહાર જાય છે ત્યારે હાથમાં દાંડે જ રાખતા નથી. અમુક સાધુ તો દિવસે પણ નિકા કરતા આળસુ બની ગયું છે. ને પેલા સાધુ તે વિકથા કરવામાંથી નવરા જ પડતા નથી. પર્વતીથિએ પણ ઉપવાસ ન કરે એ શું સાધુધર્મ છે? :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com