________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૪૨૫ કેઈને રથ અલિત થઈ જાય તેથી શું અન્ય જનોએ પ્રવૃત્તિ ન કરવી? કઇક પ્રમાદીનું વહાણ સમુદ્રમાં ભાગી ગયું જેથી શું બીજાએ ધન કમાવા સમુદ્રની મુસાફરી ન કરવી? જવરના રોગવાળો કેઈક ઘી ખાવાથી મરી ગયે જેથી બીજા રોગ રહિત જનોએ પણ ઘી ન ખાવું શું?
તે કહ્યું કે સંસાર થકી તારનાર એવા કેઈ ગુરૂ આજે દેખાતા નથી તે તારૂં પ્રગટ બિનવપણું અને ગુપ્ત મિથ્યાત્વ જણાય છે સર્વસંગ રહિત, પંચ મહાવ્રત પાળનાર, પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ભતા, જ્ઞાન, ધ્યાન અને તપમાં લીન ગુરૂઓ આજે પણ જોવાય છે છતાં તારા જેવાને એવા ગુણવાન મુનિઓ દેખાતા નથી. કારણકે અંધ માણસ નજર સમક્ષ રહેલા ઘટાદિક પદાર્થો પણ જોઈ શક્ત નથી. અરે મૂર્ખ! નિગ્રંથ, સ્નાતક, પુલાક, બકુશ અને કુશીલ એ પાંચ પ્રકારના સાધુએ તીર્થમાં હોય છે તે પણ શું તું જાણતો નથી ?
નિગ્રંથ સ્નાતક અને પુલાક એ ત્રણ હાલ વ્યુછેદ છે પરંતુ બકુશ અને કુશલ જ્યાં સુધી તીર્થ છે ત્યાં સુધી કાયમ રહેશે એ ભૂલીશ નહી. માટે હે મોહન! જો અનંત ભવભ્રમણને ડર હોય તો આ પાપનું તું પ્રાયશ્ચિત્ત કરનારા આત્માને નિર્મળ કર.”
જીનપ્રિયને મેહનને એ પ્રમાણે ઉપદેશ છતાં મોહને પિતાનું પાપ લાગ્યું નહિ. જેથી રાજાએ મોહનને રજા આપી પોતાની પાસેથી દૂર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com