________________
-
-
૪૨૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આપના જેવા નિરપરાધી મુનિને નાહક મેં પીડિત ક્ય. ઘોરાતિઘોર નરકમાં પણ મને સ્થાન નહી મલે, એ મહા; પાપ મારાં દૂર કરો, હું તમારા શરણે આવ્યું છું.' - રાજા મુનિના ચરણમાં પડી ખુબ પશ્ચાત્તાપ કરવા. લાગે. મુનિએ પિતાનું ધ્યાન પૂર્ણ કરી રાજાને ધીરજ આપતાં કહ્યું. “રાજન ! ભય રાખીશ નહિ, અપરાધીજને ઉપર પણ મુનિઓ કેપ કરતા નથી તે પછી તારા જેવા. પશ્ચાત્તાપ પરાયણ ઉપર તે ક્રોધ શી રીતે કરી શકે ? છતાં કંઈક હિતેપદેશ સાંભળ!
દૂધનું પાન કરનાર માર લાકડીના ઘાને જેતે નથી તેવી રીતે પાપાસક્ત માનવી પણ નરકના ભયને મનમાં લાવતે નથી, ને દુર્લભ મનુષ્યપણ વ્યર્થ ધર્મકર્મ વગર ગુમાવે છે. દિવસે દિવસે આયુ ક્ષીણ થતું જાય છે ને મૃત્યરૂપી રાક્ષસ પકડવાને ઘસી રહ્યા છે તે જ્યાં સુધી એ રાક્ષસે પકડે નથી તેટલામાં મૃગાયારૂપી પાપને ત્યાગ કરી ધર્મને વિશે ઉદ્યમ કર.
નરકાદિક આપવાનું મૂળ કારણ તેમ જ સ્વર્ગ અને મુક્તિની લક્ષ્મીને દૂર કરનાર, દુ:ખની પરંપરાને આપનારી એ જીવહિંસાને હે રાજન ! તું ત્યાગ કર, વિષનું પાન કરી પિતાનું જ અનિષ્ટ કરી રહ્યા છે. જે મહા પાપ રૂપી વ્યાપારે કરી પિતાના કુટુંબી જનેનું પોષણ કરે છે, તે આ ભવમાં દુ:ખી દુ:ખી થવા છતાં તેનું કે રક્ષણ કરી શકતું નથી. માટે હે રાજન ! ધર્મ માર્ગમાં પ્રતિ વાળો થા, કે જે ધર્મ શરીરને નાશ થાય તે પણ પરભવમાં આત્માને સુખ આપનારો થાય છે.”
મુનિના ઉપદેશથી પ્રતિબોધ પામેલો રાજા વીરાંગદ સમ્યકત્વ મુળ બારવ્રતને યથાશક્તિ ગ્રહણ કરી પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com