________________
-
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૫
અત્યારે તે વેરણ બની ગઈ હતી. પ્રાત:કાળ સુધી ધીરજ ધરવા જેટલી સહનશીલતા પણ મન બતાવી શક્યું નહી, મનની વ્યાકુળતાથી રાજા આખરે કાંઇક નિશ્ચય કરી ઉઠ દિવાનખાનામાં આવી મધરાતના ઝાંખા પડતા દિપકેને સતેજ ક્ય. એક લાંબી ખુરશી-બેઠકપર રાજા કાંઈક વિચાર કરતો બેઠે, ત્યાં રહેલા પહેરગીરને હાક મારી આવી માજમ રાતે પહેરગીર મનમાં અનેક ગડ ભાંગ કરતે શંખરાજ સામે કુર્નિશ બજાવી ઉભે રહો...
જા ભટ્ટને બોલાવી લાવ, રાજાને હુકમ સાંભળી પહેરગીર સલામ ભરી ચાલ્યો ગયો. રાજાનું મન પાછું તોફાનમાં ઝોલાં ખાવા લાગ્યું. “અરે શું એ દુષ્ઠાને મારી નંખાવું? કે એને જંગલમાં હિંસક જાનવરોના ખોરાક માટે છોડી દઉ? શું કરું? આ મહાન પાપ હવે શંખપુરમાં તો નજ જોઈએ !” એ વિચારમાં એકચિત્તવાળા રાજાને ભટ્ટ સામે હાથ જોડીને ઉભે રહ્યાની પણ ખબર પડી નહિ, રાજાની નજરે જ્યારે ભદ ઉપર પડી ત્યારે વિચારમાંથી એકદમ સાવધ થઈને બે “જે ! પ્રાત:કાળે સૂર્યોદય થતાં પટ્ટરાણી કલાવતીને રથમાં બેસાડી ભયંકર જંગલમાં લઈ જઈ છોડી મૂક, જે એમાં જરા પણ ગફલત થશે તો તેને કુટુંબ સહિત મરાવી નાખીશ. ભટ્ટને એ પ્રમાણે હુકમ ફિરમાવી શંખરાજ ત્યાંથી પોતાના શયનગૃહતરફ ચાલ્યો ગયો.
રાજઆજ્ઞા સાંભળી ભટ્ટ મનમાં અનેક વિચાર કરતે ત્યાંથી પિતાના ઘેર ગયે. રાત્રી હજી વિશેષ હેવાથી એણે
રવા માંડયું, પ્રાત:કાળ થતાં વહેલ વહેલો નિત્યકર્મથી પિરવારી રથ તૈયાર કરી પટરાણી કલાવતીના મહેલ આગળ ખડો કર્યો. બે હાથ જોડી મસ્તક નમાવત ભદ્ર પટરાણીને કહેવા લાગ્યા. માતાજી ! મહારાજ ઉપવનમાં પધાર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com