________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૧૫ ગયાં, સુરગ વિદ્યાધરે કે પિતાની સો કન્યાઓ કનકધ્વજ રાજકુમારને આપી ત્યારે સુવેગ વિદ્યાધરે કે પિતાની સે કન્યાઓ જયસુંદર કુમારને આપી, વિદ્યાધરેંદ્રો પોતપિતાની કન્યાઓને લગ્નોત્સવ ઉજવીને પોતાના સ્થાનકે ચાલ્યા ગયા,
સુરકુમારની માફક એ કન્યાઓ સાથે કીડા કરતા
રાજકુમારે રૂપવતી વિદ્યાધર બાળાઓને આનંદ આપનારા થયા સિવાય એમના રૂપ, ગુણ અને સૌભાગ્યથી આકર્ષાયેલી અનેક રાજબાળાઓ દૂર દેશથી સ્વયંવર આવીને તેમને પરણી, એ પ્રમાણે બન્ને રાજકુમારોને પાંચસે પાંચસેં કન્યાઓ થઈ, તેમજ ભરતાર્ધના રાજાએએ મેલેલા હાથી, ઘોડા, રથ રૂદ્ધિ, સિદ્ધિવડે વૃદ્ધિ પામતા તેઓ અનુપમ ભેગોને ભોગવવા લાગ્યા,
સુમંગલ રાજાની દીક્ષા પુત્રના પ્રતાપથી અભ્યદય અને ઐશ્વર્યમાં વૃદ્ધિ પામતા રાજા સુમંગલ પુત્રના અદ્દભૂત ભાગ્યનાં વખાણ કરવા લાગ્યા, “અહો! આશ્ચર્ય છે કે મારા પુત્રને પુણ્યાદય જગતને હેરત પમાડે તેવો છે. જેમના પ્રભાવથી ભૂચર અને ખેચરના નસ્પતિઓ નિરંતર એમની સેવા કરે છે. વગર આમંત્રણ મોટા મોટા નરપતિઓ અને વિદ્યાધરપતિઓ પોતાની કન્યાઓ અને સમૃદ્ધિ આપી જાય છે તો મેટા પુણ્યોદય વગર એ બધું શું બની શકે છે?' - તે મારે પણ હવે શું કરવા યોગ્ય છે? આ મેટું સામ્રાજ્ય પુત્રની તરફેણમાં છોડી હવે મારી વયને ચિગ્ય પરલોક સાધન માટે મારે આત્મહિત કરવું જોઈએ, ને ધર્મની સેવા વગર આત્મહિત થઈ શકતું નથી. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com