________________
એકવીશ ભવને નેહસંબંધ
૪૦૫
તું કેણ છે? અને શા માટે મૃત્યુનો ઉદ્યમ કરતી હતી તે
એ પુરૂષના શબ્દોથી રાજી થતી બાળા બોલી, પદ્મખંડ નગરના રાજા મહસેનની હું રાજપુત્રી મારે નામ સુલક્ષ્મણા, મારાપિતાએ મને મહાબલ નેરેશના પુત્ર શ્રીબલને આપેલી હતી, એકદા સખીઓ સાથે કીડા કરતાં કઈ અધમ વિદ્યાધર મારૂ હરણ કરી ગયે તે આ જંગલમાં મને મુકી અપરાજીતા નામની વિદ્યા સાધવાને ગયો છે. તે સમયનો લાભ લઈ એ દુષ્ટ મારા ઉપર બલાત્કાર કરે તે કરતાં મારે મારા પ્રાણાને જ છોડવા એમાં ખે શું છે? કુમાર ! બાળા સુલક્ષ્મણાએ પિતાની કથા ટુંકાણમાં કહી સંભળાવીને ઉપરથી પૂછયું, “આપ શ્રીમાન કોણ છે? આ ભયંકર અરણ્યમાં આપ એકલા કયાંથી?
સુલક્ષ્મણાના પ્રશ્નના ઉત્તરમાં કુમારે પોતાની ઓળખાણ આપી, જેથી બાળા પિતાના ભાવી પતિને જાણી રાજી થઈ. એ સમય દરમિયાન વિદ્યા સિદ્ધ કરી શ્રીગુસ પણ નિમિત્તજ્ઞાનથી જાણીને શ્રીબલની પાસે આવ્યા શ્રીગુપને જોઈશ્રીબલ અધિક પ્રસન્ન થઈ બોલ્યો, “મિત્ર! પિશાચ કયાં ગયો ને તેના પંજામાંથી તું શી રીતે મુક્ત થયો ? ”
“મિત્ર! એ બધી પિશાચની માયા હતી, મને કાંઈ પણ વિઘ વગર વિદ્યા સિદ્ધ થઈ પણ તને ન જોવાથી હું દુ:ખી થઈને નિમિત્તથી તારો વ્યતિકર જાણુ હું આવી પહોંચે છું, નિમિત્તથી એ પણ મેં જાણ્યું કે તારા સત્વથી પ્રસન્ન થયેલો એ પિશાચ તારીપ્રિયાનું રક્ષણ કરવા માટે તને અહીયાં ખેંચી લાવ્યો છે. તો હે મિત્ર! ગાંધર્વ વિવાહથી અત્યારે જ તું આ બાળા સાથે લગ્ન કર. અત્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com