________________
૪૦૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શંબર નામે બે પુત્રો હતા, પિતાની દરિદ્રાવસ્થા હોવાથી અને પુત્રી ધન કમાવાને કંઈક ભાતા સાથે કાંચનપુર તરફ ગયા. કારણ કે ક્ષુધાની વેદના જાગે છતે વ્યાકરણ ભણવાથી કાંઈ દૂર થતી નથી તેમજ જલની ઈચ્છાવાળાને કાવ્યરસથી પણ તૃપ્તી થતી નથી અને વેદના છંદના સ્તોત્રો વડે કાંઈ કુળને ઉદ્ધાર થતો નથી, માટે જે ધન ઉપાર્જન ન કર્યું તે બધી ય ક્રિયાઓ નિષ્ફળ જાણવી. - અન્યદા માર્ગમાં ભેજન સમયે એક કદઇની દુકાનેથી મીઠાઈ વગેરે લાવીને કે વૃક્ષ નીચે ભજન કરવાને બેઠા. ભાગ્યયોગે માપવાસી કૃશ થયેલા મુનિ ધર્મલાભ કહેતા ત્યાં આવી ચડયા. એ મહામુનિને જોઈ ભક્તિથી ભરપુર હૃદયવાલા તેઓએ એ નિર્દોષ મિષ્ટાન્નથી તેમને પ્રતિલાભિત કર્યા. મન, વચન અને કાયાના એકદમ શુભ અધ્યવસાયથી તેમણે ભાગ્ય કર્મ ઉપાર્જન કર્યું,
તે સમયે યક્ષના મંદિરમાં આવેલી બે રાજ્યકન્યાઓ આ દાનને જોઈ તેમની અને દાનની ખુબ પ્રશંસા કરવા લાગી. પ્રશંસા કરતી તે રાજકન્યાઓ પિતાના નગરમાં ચાલી ગઈ એવી રીતે એ ચારે જણે એક સરખુ પુણ્ય ઉપાર્જન કર્યું. તે પછી બને ભ્રાતાએ દાનની અનુમદના કરતા કાંચનપુરના ઉદ્યાનમાં આવ્યા ત્યાં એક વૃક્ષની નીચે વિશ્રામ લેવાને બેઠા,
તે સમયે કાંચનપુરના ચંદ્ર રાજાનો પદહતિ આલાન સ્થંભ ભાગીને નગરીમાં રંજાડ કરવા લાગ્યું જેથી લકે હાહાકાર કરતાં નાસ ભાગ કરવા લાગ્યા બને માં આ કોલાહલ સાંભળીને નગરમાં આવ્યા, પટ્ટહસ્તીને કોઈ વશ કરી શક્યું નહિ, ને ગ્રહ, હાટ, દુકાન વિગેરે ભારત મધ્ય ચોકમાં આવ્યું. રાજાએ ઢઢરે પી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com