________________
=
=
=
૪૦૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રત્નસારની આતુરતાથી ગિરિમુંદરે પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું પોતાના જેષ્ઠ ભ્રાતા ગિરિસુંદરને જોઈ ખુબ ખુશી થયેલ રત્નસાર વડીલ ભાઈને સારી રીતે મ-ભેટ વડીલનો મેળાપ થવાથી રાજાએ પિતાની ખુશી પ્રગટ કરવાને વર્યાપન મહત્સવ કર્યો. ત્યાં સુખમાં કેટલોક સમય પસાર થે.
દેવતાની અનુમતિથી પેલા મહસેન નામે મિત્રને ગાંધારપુરનું રાજ્ય અર્પણ કરી સારી રીતે શિક્ષા આપીને સપ્તાંગ તેનાથી પરવરેલા અને ભાઈ પોતાના વતન જવાને નીકળ્યા. માર્ગમાં અનેક રાજાઓથી પૂજાતા, દેવતાઓ અને વિદ્યાધર વડે આકાશમાં જોવાતા તેઓ કેટલીક પૃથ્વીનું ઉલ્લંઘન કરી મુંદ્રપુર નગરની સમીપે આવી પહોંચ્યા. - પિતાના બન્ને પુત્રનાં આવાગમન જાણું રાજા ઘણે ખુશી થયા અને તેમને માટે પ્રવેશ મહત્સવ કર્યો. બને કુમારો પિતપોતાના માતાપિતાને મલ્યા. ગિરિસુંદરે પણ પેલા પાતાલગ્રહમાંથી પોતાની પત્નીઓને તેડાવી લીધી રદ્ધિસિદ્ધિ જેની હતી તેને હવાલે કરી દીધી. રાજાના પૂછવાથી ગિરિસુંદરે ચોરને નિગ્રહ કર્યો ને રત્નસારને મેળાપ થયે એ બધી ય હકીક્ત કહી સંભળાવી.
ગિરિસુંદરની વાત સાંભળી ચમત્કૃત થયેલો રાજા તેમના અદભૂત પુણ્યની પ્રશંસા કરવા લાગે. બાળક છતાં આવાં મહાભારત કાર્ય કરનારને પૂર્વ ભવ કેક હશે? તે જાણવાની રાજાની જીજ્ઞાસા વૃદ્ધિ પામી
રાજાની આતુરતા જોઈ પુરોહિત બે, “દેવ! કુસુમાકર નામના ઉદ્યાનમાં શ્રી જયનંદન સૂરીશ્વર પધાર્યા છે તે આપની અભિલાષા પૂર્ણ કરશે. પુરોહિતની વાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com