________________
-
-
૩૯૯
એકવીશ ભવને નેહસંબંધ એ વિચાર વડે કરીને શું ? બંધુ વિયોગના દુઃખથી મુક્ત કરનાર એક મૃત્યુ શ્રેયસ્કારી છે માટે અગ્નિપ્રવેશ કરે
એ પિતાને અભિપ્રાય રાજાએ ગિરિસુંદર અને મિત્રને કહ્યો. એને અભિપ્રાય જાણી ગિરિસુંદર છે. “તમારે એમ કહેવું વ્યાજબી નથી. ઉજવળ એવા તમારા ગુણેએ કરીને વશ થયેલો હું તેને શું તમે હવે મારી નાખવા ધારો છો કે તમારા સ્નેહને વશે કરીને તો હું અહીયાં રહેલો છું, માટે કર્ણને ભૂલ સમાન એ વચન તમારે બોલવું યુક્ત નથી.”
શું કરું? મારે ઉપાય નથી, દેવતાએ કહેવા છતાં પણુ મને ભાઇને મેળાપ થયે નહિ, ને ભાઈ વગર હું જીવીશ નહિ માટે મને તમે આજ્ઞા આપે ને આ રાજ્ય તમે સુખેથી ભેગ.”
“દેવ વાક્ય કદાપિ મિથ્યા થતું નથી. માને કે હું જ તમારે ભાઈ છું. ભાઈને જોવા માટે આખી પૃથ્વીનું ઉલ્લંઘન કરી તેને જોઈ હું સતેષ પામું છું. તે મને જોઈતું પણ સંતોષ પામ”
એ પુરૂષનાં વચન સાંભળી રત્નસારે ચિંતવ્યું, “ની આ મારે જેણે ભ્રાતા ગિરિસુંદર જ છે. રૂપ પરાવર્તન વિદ્યાએ કરી એણે પોતાનું સ્વરૂપ બદલી નાંખ્યું છે, અન્ય રૂપમાં હોવા છતાં મને એના ઉપર પુજ્ય બુદ્ધિ રહે છે ને ગિરિસુંદર જેવા સ્નેહથી હું એને જોઉં છું. કારણ કે તેવા પ્રકારના દેવતાઓની વાણી અન્યથા થતી નથી મનમાં વિચાર કરી રત્નસાર બેલ્યો “જો કે તમારી વાણ સત્ય છે તમારા તરફ મારો પક્ષપાત પણ ખુબ છે છતાં તમારા સામાન્ય વેશથી મને નવાઈ લાગે છે કે
શું?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com