________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૯૭
તેમજ ભાઈને શેધવાને તું નિકળે છે તે તારે ભાઈ તને મહિનાને અંતે અહીજ મલશે. ભૂતરણ યક્ષની વાણી કુમારે અંગીકાર કરીને યક્ષ અદશ્ય થઈ ગયે, મારી. પણ નિદ્રાનો નાશ થવાથી હું જાગે ને મેં કહ્યું, “મિત્ર! હવે તમે સૂઈ જાઓ.”
રાજકુમાર પણ નિદ્રાવશ થઈ ગયો. તે જ્યારે જાગ્યો ત્યારે પ્રાત:કાળ થઈ ગયો હતે. સવિતાનારાયણે જગતને જાગ્રત કરી પોતપોતાના કર્તવ્યમાં જોડી દીધું હતું, દેવની પ્રેરણાથી મંત્રીઓ ને સામે વાદિના નાદ સાથે નગરમાં આવી પહોંચ્યા, પ્રજા પણ ચારેકોરથી નગરમાં પાછી ફરવા લાગી. સર્વેએ રત્નકમારને રાજ્યાભિષેક કર્યો તેનું નામ રાખ્યુ દેવપ્રસાદ
દેવપ્રસાદને મંત્રી સામતિએ પિતાની રૂપવતી અનેક કન્યાઓ પરણાવી દીધી. એવો રાજ્યગ છતાં રાજાને શાંતિ થતી નહિ. એકદા રાજાએ મને કહ્યું “મિત્ર! આ રાજ તું ગ્રહણ કરે. કેમકે તારા સમાગમથી આ પ્રાપ્ત થયું છે.”
“હે સ્વામી એમ ના બોલે. આપના ભાગ્યે જ આ રાજ્ય આપને મેલ્યું છે વલી આપને ભાઈને મેલાપ પણ અહીં થવાનું છે એ વાત શું ભૂલી ગયા ? છતાં હું આપના ભાઈની શેધ માટે જાઉં . મને એમનું નામ ઠામ વગેરે કહે,” મારી વાણીથી શાંત થયેલા રાજા રત્નસારે (દેવપ્રસાદે) મને એમના ભાઈ સંબંધી સર્વે હકીકત કહી સંભળાવી. તે પછી તરતજ હું રાજકુમાર ગિરિ સુંદરની શોધ માટે ત્યાંથી નિકળી ગયે તે આજે ફરતે. ફરતો અહીં આવેલો છું તે હે મુસાફરે! તમે અનેક દેશથી આવ્યા છે, તે મારા સ્વામીને બંધું તમે ક્યાંય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com