________________
૩૯૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રતિચંદ્રની વાત કુટબુદ્ધિ કીર્નિચંદ્રને ગળે ઉતરી નહિ, તેણે જ્યારે ભ્રાતવધને પોતાનો વિચાર પણ બદલ્ય નહિ ત્યારે રતિચંદે કહ્યું, કે “જો તારે એ વિચાર કાયમ જ હોય તો મારા રૂધિરથી તારા હાથ રંગીશ નહિ, પણ મને કાષ્ટની ચિતા સળગાવી આપ. હું બળીને તારી ઈચ્છા તૃપ્ત કરીશ.” રતિચંદ્રની એ વાત કીર્તિચંદ્રને ગળે ઉતરી ગઈ
નગરની બહાર ચિતા તૈયાર કરવામાં આવી. તેમાં રતિચંદ્ર પ્રવેશ કર્યો ને ચિતાને પ્રગટાવી દીધી. રતિચંદ્ર આર્તધ્યાને મરણ પામી ભૂત રમણ નામે યક્ષ થયો. રાજ્ય અને લક્ષ્મીને માટે સગા બાંધવો પણ ભાઈને હણી નાખે છે તે પછી બીજાની તો વાત જ શું ?
એ ભૂતરણ યક્ષ હું પિતે વિલંગણાને જ્યારે મેં પૂર્વભવ જોયો ત્યારે ક્રોધથી ધમધમતા મેં કુટબુદ્ધિ મંત્રી અને સામંતને ગ્રહણ કરીને દૂર ફેંકી દીધા. રાજા કીર્તિચંદ્ર તે આ ઉપદ્રવ જાણીને પલાયન કરી ગયે પ્રજા બધી જેને જ્યાં ગમ્યું ત્યાં નાશી ગઈ. ત્યારથી જનશૂન્ય આ નગરમાં મેં તને જે. તને જોતાંજ ક્રોધથી ધમધમતો હું તને મારવાને સિંહ બની આવેલે પણ તારા પુણ્યથી-સત્વથી હું પ્રસન્ન થયો છું–શાંત થયો છું. માટે હે મહાસત્વ ! મારી પાસે કંઇક વરદાન માગ,
એ યક્ષની વાત સાંભળી કુમાર રત્નસાર બેચે. - “હે દેવ! જે મારા પર આપ પ્રસન્ન થયા હો તો આ નગરને ફરી વસાવ કારણ કે રોષ પણ તેનેજ ઉત્તમ ગણાય છે કે જે પાછળથી પ્રસન્ન થાય છે.”
“હું તારી વાણીથી આ નગરને તો વસાવી આપુ, પણ તું આ નગરને સ્વામી થાય ત્યારે જ તે બની શકે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com