________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૯૩
રાજકુમાર ! અમારા સ્વજન વર્ગને મુખ બતાવવામાં અમને શરમ આવે છે માટે અમને બધાને આ નરકાગારમાંથી મુક્ત કરનારે તમારૂં જ અમને શરણ છે, અન્યથા અગ્નિ. પણ અન્યવરને અમે વરશું નહિ.”
સર્વે કન્યાઓને નિશ્ચય જાણી કુમાર વિચાર કરવા લાગે, “ દુષ્ટ વિધિને ધિક્કાર થાઓ. કે જેણે આ બાળાએને વિટંબનામાં નાખી. આ બધી અગ્નિ શરણ થાય, એ પાપ હું શી રીતે લઈ શકું ? બલકે અત્યારે તો એમની ઇચ્છા સફળ થાઓ.”
એ સર્વે કન્યાઓ સાથે વિવાહ કાર્યથી પરવારી તેમની સાથે વિવિધ ક્રીડા કરતો કુમાર એક માસ પર્યત એ પાતાલ ગૃહમાં રહ્યો,
ભાઈની શોધમાં લધુ બાંધવ રત્નસારને સ્નેહ યાદ આવવાથી એ બંધીય પ્રિયાને પાતાલ ગૃહમાં રાખીને બહાર નિકળે, રૂપ પરાવર્તન કરી ગિરિસુંદર નગરમાં આવ્યું. તે શોક વડે આકુળ વ્યાકુળ નગરીને જોવાથી કેઈને પૂછયું તો જવાબ મળ્યો કે “રાજકુમાર ગિરિસુંદર ચાર નિગ્રહ કરવા ગયા તે વાતને એક માસ થયો છતાં એમના કાંઈ સમાચાર નથી. જેથી તેમને શોધવાને તેમના લધુ બંધુ રત્નસાર પણ ગયેલા હેવાથી નગરી સહિત બધું રાજકુળ શેક સાગરમાં ડુબી ગયું છે.”
એ વાત સાંભળી ગિરિસુંદર પણ બંધુ રત્નસારને શોધવાને ચા . અનેક ગામ, નગર, શહેર, પર્વત વગેરે સ્થાનકે ફર્યો, આખી પૃથ્વી ઉલ્લંઘન કરી છતાં રત્નસારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com