________________
-
-
-
એકવીશ ભવને નેહસંબંધ
૩૭૯
અરે ! કલ્પવૃક્ષનું ઉમૂલન કરી સ્તુહિ (થોર)ને કઈ વાવે? ચિંતામણિને બદલે કોઈ કાંકરા-પત્થરાને ગ્રહણ કરે? . તેમજ અમૃતનો ત્યાગ કરી તેને બદલે કેઈ વિષપાન કરે? તેવી જ રીતે કોઈ દુર્મતિ પુરૂષ જ અહંત ધર્મને ત્યાગ કરી મિથ્યાધર્મને અંગીકાર કરે,
ગુરૂના ઉપદેશ વગર એવા શુદ્ધધર્મની પ્રાપ્તી થતી નથી. એ તત્વત્રચીના ઉપદેશક ગુરૂ મહારાજ જ હોય છે. જેમ જલ વગર કમલ હેતુ નથી, સુર્ય વગર દિવસ શું હોઈ શકે? તેવી રીતે સ્વર્ગ અને મુક્તિને આપના ધર્મ ગુરૂ વગર ન હોઈ શકે, તે ગુરૂના સમાગમે એ સંસાર સમુદ્રથી પાર ઉતારનાર દુર્લભ જૈનધર્મ પૂર્વના પુણ્યથી પ્રાપ્ત કરી તેને આરાધવાને હે ભવ્ય પ્રાણીઓ ! તમે પ્રયત્ન કરો !!
કેવલી ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામેલા રાજાએ પદ્યોત્તર કુમારને રાજ્ય સ્થાપન કરી ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી, ને પક્વોત્તર રાજાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો,
વિદ્યાધર ચક્રવર્તી હરિવેગ રાજાએ પદ્યોત્તર રાજાને વૈતાઢય પર્વત ઉપર પિતાના નગરમાં તેડી લાવી ખુબ આગતા સ્વાગતા કરી. પૂર્વના અપૂર્વ પ્રેમથી વશ થયેલા હરિગની ભક્તિમાં તે શી ન્યૂનતા હોય?
હે મિત્ર! આ મારૂ બન્ને શ્રેણિનું રાજ્ય અને પરે, પરાથી આવેલી-પાસ થયેલી વિદ્યાઓને ગ્રહણ કરી. મને કૃતાર્થ કર !”
હરિવેગની વાણી સાંભળી પડ્યોત્તર બે “તારા ને મારામાં શું અંતર છે? તારું રાજ્ય તે મારૂ છે ને મારું તે તારૂ છે. દુર્લભ એવો જૈનધર્મ આપીને તેં મને શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com