________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૭૧
મેલાપ રજતમય વૈતાઢય પર્વતનિ પહેલી મેખલાએ ઉત્તર દક્ષિણે વિદ્યારોની બે શ્રેણિઓ રહેલી છેએ શ્રેણિઓમાં રાજધાની સહિત સાઠ અને પચ્ચાસ નગર આવેલાં છે. ઉત્તર શ્રેણિની અંદર ગગનવલભ નામે મનોહર અને દેવની ભૂમિ સરખુ રમણીય નગર આવેલું છે. ત્યાંને રાજા કનકકેતુની કનકાવતિ અને રત્નાવતી નામે બે રાણુઓ થકી કનકાવલી અને રત્નાવલી નામે બન્ને પુત્રીઓ યૌવનવયમાં વિહાર કરી રહી હતી. સખીઓ સાથે ક્રીડા કરતી એ મનહર બાળાઓની ખ્યાતિ બન્ને શ્રેણિઓમાં પુષ્પમાં સુવાસની જેમ પ્રસરી ગઈ. રારણકે જગતમાં રૂપનાં જાદુ અદભૂત હેય છે.
મિમિત્તિયાએ એ બાળાઓની ભાગ્યરેખા જોઈ કહેલું કે જે એક બાળાને પતિ થશે તે એક શ્રેણિને અધિપતિ થશે, ને બન્ને બાળાઓને થનાર પતિ અને શ્રેણિનો અધિપતિ થશે.”
એ મનોહર લાવણ્યની પ્રતિમા સમી બાળાઓ માટે રાજાએ સ્વયંવરની રચના કરી, સ્વયંવરમાં આવેલા અનેક વિદ્યાધમાંથી એ બને બાળાઓ હરિગ કુમારને વરીતે મોટા મહત્સવપૂર્વક તેમનોવિવાહ ઉત્સવ ઉજવાય.
સુરના આગ્રહથી હરિવેગ થોડા દિવસ રોકાઈને પછી તેમની રજા લઈ પિતાના નગર ક્રિયાઓની સાથે આવ્યા પુત્રને કવચ ધારી, ભાગ્યશાળી ને રાજાને યોગ્ય જાણી એને પિતા તારવેગ વૈરાગ્યને ધારણ કરતા મનમાં વિચાર કરવા લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com