________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૩૧
મને આ વૈતાળમંત્ર આપે, જે મેં આદરથી સિદ્ધ કરેલા હોવાથી એના પ્રભાવથી આપણે બધું મેળવીએ છીએ. એના પ્રભાવથી હું હવે ઘેર જઇને સુખી થઈશ.” અ અન્ય વાર્તાલાપ કરતા તેઓ આગળ ચાલ્યા. આગળ જતાં બન્નેના માર્ગ ભિન્ન ભિન્ન આવવાથી એ માંત્રિક બે “આ ટુંકે રસ્તો તમારા નગર તરફને હોવાથી હવે આપણે જુદા પડશું તે કહે તમને શું આપુ? '
કેટિધનથી પણ સંતોષ નહિ પામનારે ગુણધર બોલ્યો. મારી ઉપર પ્રસન્ન થઈને મને એ વૈતાલમંત્ર આપે ! )
“ધાર્મિક અને પરોપકારી પુરૂષ જ એને સિદ્ધ કરી શકે છે અન્યથા તો એમાં પ્રાણસંદેહ જ રહેલો છે માંત્રિકે સારી રીતે સમજાવવા છતાં ગુણધર એ મંત્રની માગણું કરવાથી એ સિદ્ધપુરૂષે વિધિ સહિત વૈતાલિક મંત્ર આપીને પોતાના વતન તરફ ચાલ્યો ગયો. ગુણધર પણ ત્યાંથી આગળ ચાલતાં તે સુસીમા નગરીએ પિતાના મામાને ઘેર ગયો કેટલેક કાળ ત્યાં સુખમાં વ્યતીત કર્યા પછી તે મંત્ર સાધવાને તેણે વિચાર કર્યો.
પિતાના મામાને સઘળી હકીક્ત નિવેદન કરી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ શમસાનમાં જઈને ત્રિકેણ કુંડ કરી. તે વિવિધ પ્રકારનાં હેમ દ્રવ્યથી હવન કરવા લાગે. દ્રવ્યથી આહુતિ આપી મંત્રનો જાપ કરવા લાગે. શુક ઉપદ્રવથી તે જ્યારે ચલાયમાન થયે નહિ, ત્યારે તેની નીચેનું પૃથ્વીચક્ર ભમવા લાગ્યું. ભયંકર ગર્જનાઓ થવા લાગી. તેથી તે જરા ભય વ્યાકુળ થવાથી મંત્રનું એકપદ ભૂલી ગયા ને વૈતાળ છળ પામીને બોલ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com