________________
૩૦૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કૃત્ય માનતો ધન્યને છોડી પોતાના ગામ તરફ નાશી ગયે,
અંધ થયેલો ધન્ય જગલમાં આમ તેમ ભટકતે એક મોટા વૃક્ષની નીચે આવીને બેઠો, એને તો હવે રાત્રી ને દિવસ સરખાજ હતા, તે અંધ હોવા છતાં તેમ જ ધરણે છેતરીને નેત્રો હરવા છતાં એના વિચારે કેવા?
આહા મારો ભાઈ એકાકી ક્યાં ગયે હશે? તેનું શું થયું હશે ?” - નાના ભાઈના કુશલ માટે શેક કરતા ધન્યને જ્ઞાનથી જાણીને વન-દેવતા પ્રગટ થઈને બોલી “અરે ધન્ય ! દુર્જન શિરોમણિ અને ભ્રાતકોહ કરનાર એ ધરણની ચિંતાથી સર્યું હવે ! નેત્ર રોગને નાશ કરનારી આ ગુરિકાને ગ્રહણ કર ” ગુટિકાને ધન્યના હાથમાં આપી દેવી પિતાને સ્થાનકે ગઈ
દેવી ગયા પછી ધન્ય ગુટિકાના અંજનને પિતાની આંખમાં અંજન કરવા લાગ્યો કે તુરતજ દેવીના પ્રભાવ થકી ધન્ય દિવ્ય નેત્રો વાળો થઈ ગયો. રાત્રી ત્યાં વ્યતીત કરી તે દેવીમાં ભક્તિવાળ ધન્ય ત્યાંથી આગળ ચાલતાં અનુક્રમે સુભદ્રનગરમાં આવ્યો,
સુભદ્રનગરમાં ભમતા ધજો પટ વાગતો સાંભળ્યો, રાજપુરૂષે ચકલે ચકલે ઉષણ કરતા હતા કે, જે રાજકુમારીના તેને સજજ કરશે તેને રાજા અધ રાજ્ય અને રાજકુમારી પણ આપશે,
ધન્ય એ ઉદ્દઘાષણ સાંભળી પટહને સ્પર્શ કર્યો, પેલી વીની આપેલી ગુટિકાથી રાજકુમારીને દિવ્ય નેત્રોવાળી બનાવી દીધી. ધન્યની કૃતિથી અજાયબ થયેલા રાજાએ પોતાની પુત્રી પરણાવી રાજ્યને અર્ધભાગ આપી પિતાના સર કરી દીધો. સત્યના પ્રભાવથી આખરે પણ ધન્ય રાજસુતા તેમજ રાજ્ય મેળવીને સુખી થયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com