________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૯૬ કરીશ ત્યારે જ મારા ક્રોધને હું શાંત કરીશ. છતાં પણ હાલમાં તો છુપાઈને મને તેની ચેષ્ટા જેવા દે, કે એ શું કરે છે '
એ પ્રમાણે મનમાં વિચાર કરતે હું છુપાઈને ઉભે રહ્યો. મુનિએ પણ પોતાની દેશના શરૂ કરી. “હે ભાગ્યવતી ! ધ્યાન દઈને તમે સાંભળે, જીનેશ્વર ભગવાને તેને ધર્મોનું મૂળ દયા કહેલું છે. તો ડાહ્યા જનોએ દયા પાળવા માટે પ્રયત્ન કરે. જગતમાં પાખંડી મતના ત્રણસેને ત્રેસઠ ભેદ છે તે બધાય જીવદયાના સિદ્ધાંતને તે માન્ય રાખે છે, માટે જ્યાં દયા છે ત્યાં જ ધર્મ છે, જ્યાં દયાનું આરાધન થાય છે ત્યાં તપ, જપ, દાન, ધ્યાન અને ક્રિયા બધુંય રોભી ઉઠે છે. પૂજા પણ તેની સફળ થાય છે. પણ દયા વગર કરેલી એ સર્વે ધર્મક્રિયા વ્યર્થ થાય છે,
દયાના પ્રભાવથી દીર્ધાયની પ્રાપ્તિ થાય છે. સંપદા, આરોગ્ય, સૌભાગ્ય, ભેગ, કીર્તિ, મતિ, બુદ્ધિ અને ધતિ એ બધાય દયારૂપી કલ્પલતાનાં ફળ છે. દયા એ સ્વર્ગગમન માટે સોપાન-પગથીયાં સરખી છે, દયા મેક્ષને અપાવનારી છે. દુર્ગતિનાં દ્વાર બંધ કરવાને દયા અર્ગલાભુગોળ સમાન છે. એવી દયા પાલનારને જગતમાં શું શું નથી મલતું ?
છાની હિંસા એ પ્રાણુઓને કડવા ફલ આપે છે, જીવહિંસા કરનારને સર્વે અનર્થો, આપદાઓ, વ્યાધિઓ સુલભ હોય છે. હિંસપ્રાણુઓ ભવાંતરને વિશે ગર્ભાવસ્થામાં જન્મ થતાં કે બાલપણમાં અથવા યૌવન વયમાં આવતાં જ મૃત્યુ પામી જાય છે. તેઓ અલ્પજીવી થઈને ભેગ ભેગવ્યા વગર ચાલ્યા જાય છે. આ જગતમાં મુંગા, અંધા, બહેરા, બેબડા, પાંગળા, કુબડા, કઢીયા, જડ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com