________________
-
-
એક્વીશ ભવનો સ્નેહસંબંધ
૨૮૯
દશ દષ્ટાતે દૂર્લભ મનુષ્યપણું આ ચોરાસી લાખ છવા
નીમાં કેટલું બધું દુર્લભ છે તેને જરા વિચાર કરે અને મનુષ્યપણું કદાચ મહું પણ અનાર્ય થયા તો ? માટે આર્યક્ષેત્ર મલવું કાંઈ સુગમ-સહેલું નથી, આર્યક્ષેત્રમાં જાણ વિશુદ્ધકુળમાં જન્મ થ એ દુર્લભ છે. તે થકી વિશુદ્ધ જાતિમાં જન્મ થ એ દુર્લભ છે. એ બધુંય હેવા છતાં જે અપાયુવાળે હેય તે માટે દીર્ધાયુ પણ મહાભાગ્યગે મેલે છે દુર્લભ છે. . દીર્ધાયુ થકી પણ આરેગ્યતા દુર્લભ છે તે થકી પણ ધર્માચાર્યને સમાગમ પ્રાણુને અતિદુર્લભ છે. આચાર્યને સંગ થવા છતાંય વસ્તુતત્વ સમજવાની બુદ્ધિ મલવી દુર્લભ છે અને તે થકી પણ તત્વશ્રદ્ધા દુર્લભ છે. તેમજ વિરતિ તો એથીય દુર્લભ છે માટે હે પ્રાણુઓ! પ્રમાદનો ત્યાગ કરી તમે ધર્મને વિશે ઉદ્યમવાળા થાઓ, ગુરૂમહારાજની દેશના સાંભળીને રાજા વગેરે બધા પ્રસન્ન થયા. ધર્મને અનુરાગી થયા,
મનહર કાંતિવાળા અને જુવાન અવસ્થાવાળા આચાર્યને જેઈ વારંવાર મનમાં અનેક વિચાર કરતે પૂર્ણ ચંદ્ર છે. “ભગવાન ! સામ્રાજ્ય લક્ષ્મીના લેગને યોગ્ય અથવા તો કેઈ ધનાઢયને યોગ્ય આપના દેહની આવી અપૂર્વ કાંતિ હોવા છતાં યૌવનવયમાં આપને વ્રત ગ્રહણ કરવા યોગ્ય શી રીતે અને ક્યા સંજોગોમાં વૈરાગ્ય થયો, તે આપના વૈરાગ્યનું કારણ કહે.” રાજકુમારે ગુરૂમહારાજના વૈરાગ્યનું કારણ પૂછયું.
કુમાર! તમારા જેવા ઉત્તમ નરને તે ડગલે ને પગલે સંસારમાં વૈરાગ્યનાં કારણ જણાય છે છતાં કેમ પૂછવું પડે છે? આ જગતમાં કેટલાક વિશાળ એવી
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com