________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૫૩
પોતાનું કલ્યાણ ઈચ્છનારે કુલક્ષણવંત વસ્તુઓ ગમે તેવી પ્રિય હોય તો પણ તેને ત્યાગ કર જાઈએ, તારી પુત્રીઓને વસ્ત્રાભૂષણથી સજજ કરી પેટીમાં પૂરીને ગંગાના પ્રવાહમાં વહેતી મુક, કે જેથી તારા કુળનું કુશળ થાય, તાપસનાં વચન સ્વીકારી શ્રેષ્ઠિ પિતાને મકાને આવ્યો.
એક દિવસે અમને બન્નેને વસ્ત્રાભૂષણથી સજજ કરી પેટીમાં પૂરીને ગંગાના પ્રવાહમાં તાપસના કહેવા પ્રમાણે તે પેટી વહેતી-તરતી મુકી દીધી, ને ઘેર જઇને અમારે શેક કાર્ય કર્યું
આ વાત જાણી ખુશી થયેલ પરિવ્રાજક પોતાના મઠમાં આવી પિતાના શિષ્યોને કહેવા લાગ્યો, “અરે શિષ્યો! મારી ભક્તિથી પ્રસન્ન થઈને ગંગા દેવીએ હિમાલયથી મારી મંત્રની સિદ્ધિ માટે પૂજેપકરણથી ભરેલી એક પેટી ગંગાના પ્રવાહમાં તરતી મૂકી છે. તે આજે આવી પોંચશે. માટે તમે શિધ્રપણે જઇને ગ્રહણ કરે ને તેને ઉઘાડ્યા વગર મારી પાસે લાવે, જો ઉઘાડશે તે મંત્રમાં વિઘ થશે.” પરિવ્રાજકની વાતથી વિસ્મય પામેલાં શિષ્યો મઠથી દૂર બે ગાઉ પ્રમાણ ભૂમિએ ચાલ્યા ગયા
ગંગાના કાંઠે આવેલી એ તીર્થભૂમિએ જઇને ગંગામાં પેટીને શેધતા આમતેમ ફરવા લાગ્યા, દરમિયાન વચમાં એક ઘટના બની ગઈ.
તે ભદ્રક શહેરને સુભમ નામે રાજા નાવમાં બેસીને ગગા નદીની સહેલ કરી રહ્યો હતે તેણે અકસ્માત આ મંજુષાને જેવાથી પિતાના માણસો મારફતે ગ્રહણ કરાવી નદીને કાંઠે રહેલા પોતાના મહેલમાં મંગાવી ને તુરતજ ઉડાવી તો અદભૂત સ્વરૂપવાળી અમને જોઈને તે મેહ પામી ગયો. પિતાના મંત્રીને કહેવા લાગ્યા, “અરે મંત્રી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com