________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૩૯
કેટલાક
ધા છે સંસ
જ્યારે કે
જાલમાં
વિધિ પૂર્વક ગુરૂને વાંદી તેમની આગળ ધર્મોપદેશ સાંભળવાને બેઠો. રાજાના મનભાવ વૈરાગ્યવાળા જાણીને સરિ રાજાને ઉદ્દેશી પર્ષદા આગળ દેશના દેવા લાગ્યા. - “આ સ્મશાન જેવા સંસારમાં પ્રાણુઓ જ્ઞાનરૂપી ચેતનાનો નાશ કરીને મૃતકની તુલ્ય થાય છે. દુઃખ, દાદ્ધિ અને દૌભગ્ય ચિતામાં પ્રજ્વલિતા અગ્નિસમાન છે. જે સંસારમાં આકુળવ્યાકુળ થયેલું ચિત્ત ધુમાડાના સરખુ છે. કેટલાક અપરાધી છે કષાયરૂપી ફૂલીવડે ભેદાય છે. કેટલાક દુરાચારૂપ રજુથી બંધાયા છતાં મુમતરૂ૫ વૃક્ષને બાથ ભીડી રહ્યા છે. સંસારમાં કેટલાક જી વિષયસુખ પી વિષનું પાન કરી રહ્યા છે જ્યારે કેટલાક મોહમાં મુંઝાયા છતા ચારાશી લાખ યોનીરૂપી વંશની જાલમાં ધકેલાઈ જાય છે. સંસારી છને પાખંડીરૂપી કેટલાય પલિતો વળગેલા છે વળી સ્ત્રીઓ તો શાકિની સમાન પુરૂષના આત્મહિતને નાશ કરવાવાળી છે. એવા રાગથી બંધાયેલા પ્રાણુ જગતમાં શું શું નથી કરતા?
રાજકથા, ભકતકથા, કથા અને દેશકથામાં મશગુલ બનેલા જીવોને ધર્મસ્થા કરવાની નવરાશ જ કયાં છે? સંસારના એ બધાય ઉપદ્રવોથી નહિ મુંઝાયેલા પ્રાણી જ સિદ્ધિના કારણરૂપ એવા ચારિત્રરૂપી મહા વિદ્યાને સાધે છે,
જ્ઞાની પુરૂષને આ સંસારરૂપી મશાનને વિષે સિદ્ધિને પ્રાપ્ત કરવા જતાં જે પૂર્વે કરેલી વિડંબનાઓ કદર્થના નથી પમાડી શકતી તો તે શિવપુરીમાં સુખે સુખે ચાલ્યો : જાય છે. સમ્યગ જ્ઞાનવંત પુરૂષ જ શાની થઈ શકે છે. આસ પુરૂષનાં વચન સાંભળવાથી એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષ રહિત, અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વ રહિત, પ્રાણીઓને હિતકારક શ્રી તીર્થંકરદેવ જ આપુરૂષ કહેવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com