________________
૨૩૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કાઈની ઉપર ન કરવાથી એણે એક નિ:શ્વાસ મુક્યા. એક વાર ફરીને દૃષ્ટિથી બધા રાજકુમારીને નિરખી લીધા એના પિતાને બહુ દુ:ખ થયું. શું બધાય રાજકુમારોમાંથી કાઇ રાજકુમાર કન્યાને પસંદ પડચો નહિ?
આજની સ્વયંવર સભા ત્યારે શુ નિષ્ફળ થવા સર્જાચેલી હશે ? આ ઉદ્ધત રાજબાળા બધાય રાજકુમારોના અનાદર કરીશુ તેમનાં ખુલ્લાં અપમાન કરશે ? બધાય રાજવ’શીઓનાં અપમાન કરવાનું ફલ એને જરૂર ભાગવવું પડરો ગમે તે એક રાજવંશીને તે એને વરવું જ પડરશે. પણ ત્યાંતા આશ્ચર્ય !
જેનાં યશાગાન કાએ ગાયાં નથી, જે સામાન્યવેશમાં હાથમાં વીણાને ધારણ કરી બીજાને આનંદ ઉપજાવી રહ્યો છે, એવા પેલા ગધ એ માળાની દૃષ્ટિએ પડ્યો. એ ઉપરથી સામાન્ય જણાતા જવાનને જોતાં એના મનમાં કંઇક ભાવેશ જાગ્રત થયા ને એની વરમાળ પછી તા એનાજ ક્રૂડમાં પડી ઠરી.
કોઇ ભયંકર ધડાકા થતા જેમ બધા સ્તબ્ધ થઈ જાય તેમ રાજકુમારીના આ મનાવે બધાય રાજકુમારો ક્ષેાલ પામી દિગ્મૂઢ થઇ ગયા. અનાવટી શાંતિને ધારણ કરી રહેલા રાજકુમારો સાવધ થઈને પોતાના અપમાનના બદલા લેવાને તૈયાર થઈ ગયા ને ધીમા કાલાહલ શરૂ થયા,શાંત દેવાલય સરખી સ્વયંવર સભા રણસંગ્રામની માફક ખળભળી ઉઠી.
કુમાર દેવરથના સુલટાને એ બનાવની જાણ થતાં સારૂ થયુ' સારૂ થયુ. એટલતા વિજયનાં વાર્દિશ વગાડવા લાગ્યા. પણ રાજા રવિતેજના મનમાં ધ્રાસકો પડ્યો. અરે! કન્યા એક સામાન્ય વીણાધારીને વરી એ સારૂ કર્યું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com