________________
૨૧૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર यत्नेन पापानि समाचरंति, धर्म प्रसंगादपि नाचरंति । आश्चर्यमेतद्धि मनुष्यलोके, क्षीरं परित्यज्य विष पिबंति ॥
ભાવાર્થ–રાતદિવસ મનુષ્ય નિ:શંકપણે સંસારનાં પાપકાર્ય કરી રહ્યો છે. છતાં પર્વતીથિએ પણ ધર્મમાં લેશ પણ ઉદ્યમ કરતો નથી, મનુષ્ય લેકનું એ આશ્ચર્ય કાંઇ એ છે કે દૂધને ત્યાગ કરીને તે વિષનું પાન કરી રહ્યા છે.
માટે હે સખીઓ ! પરમ શાંતિનું સ્થાન એવું મુનિNણુંજ સુખદાયી છે. સંસારના સુખમાં લુબ્ધ થઈને એ પરમસુખથી હું ઠગાઈ ગઈ છું, વિષ, કુટુંબ, પરિવાર એ તે બધાં દુર્ગતિનાં કારણભૂત છે માટે મારે તે હવે શ્રમણીધર્મ કલ્યાણરૂપ થાઓ,
એ દરમિયાન પ્રતિહારીએ આવીને કહ્યું, “હે મહાદેવી! મહારાજ શ્રીમુખે કહેવરાવ્યું છે કે શ્રી વિજયનામા તીર્થંકરને વંદન કરવાને હું જાઉ છું ને તમે પણ વરાથી આવો!!
પ્રતિહારીના વચન સાંભળી તેને પુષ્કળ દાનથી રાજી કરી વસ્ત્રાલંકાર ધારણ કરી રાણી રાજા સાથે જીનેશ્વરને વાંદવાને ચાલી. સમવસરણમાં વિધિપૂર્વક જીનેશ્વરને નમી વાંદી યોગ્ય સ્થાનકે બેઠાં, ભગવાને દેશના દેવી શરૂ કરી
હે ભવ્યો! આ ભયંકર સંસાર સમુદ્રમાં દુ:ખ એ સાગર સમાન છે ત્યારે સુખ સાગરના બિંદુ સમાન છે.
નરગતિમાં પાપને કરનારા નારકીઓ શીત અને ઉષ્ણ વેદના તેમજ શસ્ત્રના ઘા, તપ્તાલુકા અને શાલ્મલિ વૃક્ષના પત્રાદિકથી થતી ભયંકર વેદના સહન કરી રહ્યા છે નિત્ય દશ પ્રકારની વેદના નારકીઓ ભેગવી રહ્યા છે. એક એકથી અનંતગુણુવેદના ભેગવતા તેમને ત્યાં કેઇનું શરણ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com