________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૮૯
મોટે જન્મમહોત્સવ કરી રાજકુમારનું લલિતાંગ નામ પાડયું, યોગ્ય વયે કલાને શિખતે રાજકુમાર રમણીજનને વલ્લભ નંદનવને સમાન યૌવનવયના આંગણે આવ્યા. મિત્રની મધ્યમાં શોભતો લલિતાંગ નવીન યૌવનવાળે છતાં વિકાર રહિત હતો, ઐશ્વર્ય સંપન્ન છતાં અહંકાર વગરને ને બળવાન છતાં બીજાને પરમ આનંદનું કારણ હતે લલિતાંગ નામ પ્રમાણેના ગુણાવાળે ખરેખર મનેહર અંગોપાંગવાળે ભાગ્યવાન હતા
તે જ વિષયને વિષે પરમ ભૂષણ નગરના રાજા પુણકેતુની રત્નમાળા નામે દેવી થકી પુરંદરયશાનો જીવ પુત્રી પણે ઉત્પન્ન થઈ. એનું નામ ઉન્માદયંતી. ઉન્માદયંતી અનુક્રમે ભણું ગણું યૌવન વયને પામી, યુવાન છતાં વિષયથી પરાભુખ તે બાળાને વિષયના કેઈ પણ સાધન તરફ પ્રીતિ થતી નહિ, - કુમારીને વૈરાગી જાણુને માતાએ કહ્યું “વત્સ ! વર વગર કન્યા શોભતી નથી. તે તું જાણતી નથી કે
માતા! જે ચારે કલામાં હોંશીયાર નર હશે તેને હું પરણીશ.” કન્યાએ માતાના મનનું સમાધાન કરતાં કહ્યું, - “એ ચાર કલા કરી છે તે કહે તે વારે ?
જ્યોતિષ કલા, નભેગામી વિમાન રચવાની કળા, રાધાવેધ કલા અને વિષથી-ગારૂડી મંત્ર કલા, એ ચારે કલામાં નિષ્ણાત નરેને હું વરીશ કુમારીની એ પ્રતિજ્ઞા જાણીને પટરાણીએ રાજાને વાત કરી. રાજાએ એવા વરની પરીક્ષા માટે સ્વયંવરની રચના કરી. દેશ દેશાંતરથી રાજકુમારેને તેડાવ્યા અનેક રાજકુમારો પોતપોતાના પરિવાર સાથે પરમભૂષણ નગરમાં એકત્ર થયા. રાજાએ તેમનું સન્માન કરી સત્કાર્યા...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com