________________
૧૮૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પુરૂષની વાણી સાંભળીને મને મહાન આનંદ થાય છે, એને જેવા માત્રથી પણ મારા શરીરનાં મરાય વિકસ્વર થાય છે કંઈકંઈ ભાવના હૈયામાં હાલી ઉઠે છે માટે જરૂર આજ મારા પતિ હશે, નહિતર બીજા પુરૂષમાં મારું મન કદાપિ રમે નહિ.” - “હે સુજ્ઞ! મારે ઇતિહાસ નગરીમાં ગયા પછી તમને કહીશ. મનમાં કંઇક વિચાર કરી બાળા પુરંદરયશા બોલી, “પણ આપ આ ભયંકર અરણ્યમાં શી રીતે આવી ચડ્યા તે વાત કહો? આપના શરીરે કુશલતા છે ને ?
હે સુચને! તારા મુખરૂપી ચંદનું દર્શન કરીને મારે આનંદ રૂ૫ સમુદ્ર આજે વૃદ્ધિ પામ્યો. મને લાગે છે કે તારા પુણ્યથી પ્રેરાયેલો હું મારા પરિવારથી વિખુટે પડીને અકસ્માત અહીં આવી ચડયો છું.” કુમારે પોતાની બધી હકીકત કહી સંભળાવી. એ રીતે વાતચિતમાં તેમની નિશા ક્ષણમાત્રમાં વ્યતીત થઈ ગઈ
પ્રાત:કાળ થતાં તે પગલાને અનુસાર સૈન્ય આવી પહોચ્યું ને કુમારનો જયજયકાર કર્યો. કુમાર અને કુમારિકાને જોઈ બધા ખુશી થયા. આગળ ચાલતાં સુખપૂર્વક અનુક્રમે તેઓ વિજયાવતી નગરીએ આવી પહોંચ્યા. રતચડ રાજાએ રાજકુમાર તથા તેના પરિવારનું સન્માન કર્યું, પુરંદરયાની હકીકત જાણું રાજા પોતાના ભાવી જામાતા ઉપર અધિક પ્રસન્ન થએ શુભ મુહૂર્ત મોટી ધામધુમપૂર્વક બનાં લગ્ન થઈ ગયાં.. - કેટલાક દિવસ પછી રચૂડ રાજાની રજા લઈ નિધિકુંડલ પિતાની પ્રિયા અને પરિવાર સાથે પિતાના નગરે આ પિતાએ કુમારને પ્રવેશ મહોત્સવ કર્યો. નિધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com