________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૭૭
જ થંભી ગયેજેમ લોહચુંબક લહાને આકર્ષે તેની માફક રૂપને જાદુથી આકર્ષાઈ મંદમંદ ડગલાં ભરતે તે એ લાળાની નજીક આવ્યો. બાળાએ મનમોહક નવજવાનને જોઈ શરમાઈ ગઈ. “કેણુ છે એ?”
બાળા! શરમાઇશ નહિ એ તો હું,” નવજવાન કંઠમાં માધુર્યતાને ધારણ કરતો મૃદુ ભાષાએ બે ' એ પ્રભાવશાળી નરરત્નના મનહર વદનને જોઈ લજજાતુર થયેલી બાળા કાંઈ પણ બોલી શકી નહિ પ્રેમથી નિતરતાં એનાં વિશાળ ચક્ષઓ શરમથી નીચે નમી જતાં હતાં. લજજાનાં આવરણ એના મનહર મુખને બોલતાં અટકાવતાં હતાં. હૈયું બોલવાની આતુરતા ઘરાવતું. એ પુરૂષના પ્રેમની ઝંખના કરતી બાળા બેલે પણ શું? - “બાળા! તું આ વાવડીમાંથી-પાતાલમાંથી વિહાર કરવા આવેલી નાગકન્યા છે કે સ્વર્ગમાંથી આવેલી દેવકન્યા છે? બેલ તે ખરી ?
જવાબમાં એ બાળા કાંઇ પણ બોલી શકી નહિ, એ નવજવાન અધીરે થઈ ગયે જાણે પોતાની માલિકીની ચીજ હોય તેમ એની પાસે આવી એને કેળના ગર્ભથીય સુકેમલ મનહર હાથ પકડ્યો “કેમ કઈ મુંગાવ્રત લીધું છે?”
નિશાને ચતુર્થ પ્રહર પૂર્ણ થવાની તૈયારીમાં હતો પ્રાત:કાળના મંગલમય વાદિના મધુર શબ્દોથી નિશ્ચિત નરનારી જાગ્રત થતાં હતાં, રાજદ્વારે બંદિજને પ્રાત:કાળનાં મધુર સ્તોત્રે ભણી રહ્યા હતા, એ મધુરા તેત્રોના શબદોએ સ્વપ્ર સૃષ્ટિમાં પ્રેમ વિહાર કરતા આ નવજવાનને જાગ્રત કર્યો. એ નવજવાન તે શ્રીમંદરપુરના રાજા નરશેખરને કુમાર નિધિકડલ.
-
1 બેબાકળે ગભરાથી આકુળવ્યાકુળ થયેલ ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com