________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમાર દેવસિંહને પિતાની ચતુરંગી સેના સહિત પિતાના પ્રધાન પુરૂષો સાથે વિશાળ તરફ મેક અવિછિન પ્રયાણ કરતે દેવસિંહ અનુક્રમે વિશાલા નગરીએ આવી પહેચે.
જીતશત્રુ રાજાએ પિતાના ભાવી જામાતાનું સામૈયું કરી તેમને સત્કાર કર્યો ને ઉતારો વગેરે માટે યોગ્ય ગોઠવણ કરી. નિર્ધાર કરેલા એક શુભ દિવસે બન્ને વરવધુનાં મેટી ધામધુમપૂર્વક લગ્ન થઈ ગયાં, વિશાલાનગરીમાં આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો.
એ વિવાહ ઉત્સવની સમાપ્તિ પછી કેટલાક દિવસ સુધી શ્વસુરના આગ્રહથી દેવસિંહ કુમાર વિશાલાનગરીમાં રહ્યા. એકદા બ્રહસ્પતિ સરખા જ્ઞાની એવા સુરગુરૂ નામે સૂરીશ્વર વિશાળાના ઉદ્યાનમાં પધાર્યા, સર્વ સંતાપને હરનારી, ને ભવ્ય જિનેને પ્રતિબોધ કરનારી તેમની દેશના સાંભળવાને પુરજન સહિત રાજા છતશત્રુ, અને પ્રિયા સહિત દેવસિંહ કુમાર સર્વે આવ્યા. ગુરૂ મહારાજને વાંદી તેમની આગળ પિતાપિતાને ગ્ય સ્થાનકે બેઠા, સૂરીશ્વરે મધુર દવનિથી ધર્મોપદેશ આપે “હે ભવ્ય ! આ સંસાર કારાગ્રહ સમાન છે તેની દુઃખે કરીને ભેદી શકાય એવી કષાયરૂપી દિવાલ છે. રાગદ્વેષરૂપી એનાં કમાડ-દરવાજા છે. એ કારાગારમાં અજ્ઞાનરૂપી અંધકાર ખીચોખીચ ભરેલું છે. સંસારી જી એ કારાગ્રહમાં પૂરાયેલા કેદી જેવા છે એ કેદીઓ કુટુંબરૂપી ગાઢ બંધનથી બંધાયેલા છે, ઇષ્ટ, અનિષ્ટ, સંયોગ અને વિજોગ રોગ, શેકરૂપ શુદ્ર જંતુઓ પ્રાણુઓને પીડા કરી રહ્યા છે. કર્મોના સારા માઠાં ફલને જોગવતા પ્રાણીઓ ત્રાહીત્રાહી પોકારી રહ્યા છે. જે કર્મો ને વૃદ્ધોની દયા નથી આવતી, તેમજ બાળકને પણ જેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com