________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૧૫૭
માફક પસાર થઇ ગઈ. પલિત જે દૂર હતો તે માથા ઉપર સ્વાર થઈ ગયો. એ ભોગએ સામ્રાજ્ય લક્ષ્મીને ભોગવીને મહારાજ થાકી ગયા,
અરે વૃક્ષનાં એક દિવસનાં નવપલ્લવ પાંદડાંય કાળે કરીને વિરાગતાને ધારણ કરે છે તે પછી મનુષ્ય જેવો મનુષ્ય જ્ઞાનવાન થઈનેય જે વૈરાગ્ય ન પામે તો એ તૃણથકી પણ હલકે સમજ, જગત ઉપર ગ્રીષ્મ રૂતુને પંજો ફરી વળે. શું રાય કે શું રંક બધાય તાપની વ્યથાથી. આકુળવ્યાકુળ થઈ ગયા. લેકે ઉપવનોમાં શું કે ઉદ્યાતેમાં શું શિતલતા પ્રાપ્ત કરવાને તલાવમાં શું કે હેજમાં પડી રહેતા તોય તાપની વ્યથા તેમની ઓછી થતી નહિ. એમની પ્રાર્થના સાંભળવાને મેઘરાજાય નવરા ન હતા, પ્રવેદથી રેબઝેબ થયેલા લેકે એવા લાંબા દિવસોમાં કરે પણ શું ? મકાનમાં કે બહાર ક્યાંય શાંતિ નહોતી એ ગ્રીષ્મરૂતુના લાંબા દિવસેય પૂર્ણ થઈ ગયા ને તે પછી વર્ષારૂતુ આવી,
જળથી ભરેલી અનેક નવીન વાદળીઓ આકાશ મંડલમાં દોડધામ કરવા લાગી. સૂર્યના તીવ્ર તાપને બદલે. સારેય દિવસ ઘનઘોર સમાન રહેવા લાગ્યા. સૂર્યનાં તે દર્શને દૂર્લભ હતાં. પ્રલયના મેઘની માફક ચાધારે વર્ષાદ તુટી પડ્યો એ મેઘની ગર્જનાથી લોકેનાં હૈયાં ધબકવા બ્લાગ્યાં, વિજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, એવા મેઘની ધારાથી લેકે રાજી થયા, મેધે પણ વરસાવવામાં કાંઇ મણા રાખી નહિ, પૃથ્વી જળમય બની ગઈ, નદીનાળાં જળથી ઉભરાઈ જવા લાગ્યાં, નદીઓએ પિતાની માઝા મુકવા માંડી. કાંઠા પર રહેલા વૃક્ષોને ભાગી નાખતી - પિતનપુરની તોફાની નદીનાં પાણી સમુદ્રની પેઠે આકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com