________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાતો કરતા આગળ ચાલ્યા. વાઘ, વરૂ અને સિંહની ગર્જનાઓથી ભયંકર એ જગલ અમે પસાર કર્યું બીજા દિવસે વનમાં અમે અનેક હાથી, ઘોડા, રથથી પરવારેલા કટી સુભટો હલમલી રહેલા જોયા, “શું આ તે અમને લુંટવા આવેલા છે કે અમારી સાથે યુદ્ધ કરવા ?” અમારા સુભટે પણ તૈયાર થયા. '
તે દરમિયાન એ સુભટોમાંને એક ઘોડેસ્વાર મારા ઘોડા પાસે આવી મને કહેવા લાગ્યું, “ભય પામશે નહી, પણ અશ્વથી હરાયેલા એક ઘોડેસ્વારને તમે જોયા? મારી સાથે વાત કરતા એ ઘોડેસ્વારની નજર સુખાસનમાં બેઠેલા એ સુંદર નવજવાન તરફ પડી. તરતજ આનંદમાં આવી જઈ “જયસેનકુમારને જય થાઓ !” એ ઘોષણા દૂર રહેલા અનેક સુભાએ ઝીલી લીધી. તે અનેક સુભટે અમારી તરફ ધસી આવ્યા. તેઓ જયસેન કુમારને સુિખાસનમાં બેઠેલા પુરૂષને નમ્યા. પછવાડેથી વિજયરાજા પણ આવ્યા. જયસેનકુમાર સુખાસનથી ઉતરી પિતાને નમ્યો. સુભાએ પણ ગર્જના કરી, “વિજયરાજાના પુત્ર જયસેનકુમાર ઘણું છે.” - આ બનાવથી હું તો તાજુબ થઈ ગયે મારી તાજુબી દરમિયાન જયસેનકુમારે પિતાની આપવીતી ટૂંકમાં કહી સંભળાવી મારી તરફ અંગુલી નિર્દેશ કરી રાજાને કહ્યું. “પિતાજી! અશ્વ ઉપરથી જમીન ઉપર પડેલા અને મૂચ્છિત થયેલા મને આ પરોપકારીએ સારવાર કરી બચાવ્યો
જયસેન કુમારની વાણી સાંભળી વિજયરાજ મારી પાસે આવી મને આલિંગી બોલ્યા, “કુમાર! તું પણ મારે જયસેન કુમાર જેવું છે. તારે ઉપકાર કાંઈ જે તે છે? મારી હકીકત જાણી રાજા અને રાજકુમાર જયસેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com