________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજ્ય અને રમણીનાં સુખ જોગવતા મહારાજ કમલસેન સુખમાં પોતાને કાલ નિર્ગમન કરતા હતા. તે દરમિયાન વત્સ દેશના અધિપતિ સમરસિંહને એક વાચાળ દૂત એક દિવસે ચંપાની રાજસભામાં હાજર થઈને મહારાજ કમલસેનને કહેવા લાગ્યું. “રાજન! વંશપરંપરાથી આવેલી રાજલક્ષ્મી પણ દુ:ખથી ભેગવાય છે તો તમે આ ન ધણીયાતી રાજ્યલક્ષ્મી સુખેથી શી રીતે ભેગવશે? તમારે રાજ્ય ગવવું હોય તો અમારી આજ્ઞા માને, અથવા રાજ્ય છોડી પલાયન થઈ જાવ કે સામે યુદ્ધ આપે; એ સિવાય ચેાથે ઉપાય નથી, પૃથ્વી કાંઈ રાજા વગરની નથી સમજ્યા? : દૂતની વાણી સાંભળી મનમાં કેપ ધારણ કરવા છતાં હસીને બે. “જા! તારા એ સિંહ નામધારી રાજાને યુદ્ધના મેદાને મેકલ! હું પણ એની સામે આવું છું. કહેજે કે આપણા બને ન્યાય ત્યાં થશે ?'
- દૂત કાંઈ બોલવા જતો હતો પણ કાંઈ ન બોલવા દેતાં ગળે પકડીને સભામાંથી કાઢી મુકો. અપમાનથી ધમધમતો દૂત ચાલે ગયે. : બન્ને લશ્કરે પછી તો સામસામે ગોઠવાઈ ગયાં. મહાસાગર સમી એ પ્રચંડ સેનાના રક્તપાતની ભીતિથી દયાળુ હૃદયવાળા કમલસેનનું હૃદય કપ્યું, “આ હ! આ ઘમંડી અને અભિમાની રાજાની ઈર્ષ્યાવૃત્તિથી લાખો માણસોને ક્ષય થઈ જશે, એના કરતાં તો અમે બન્ને જ લડીયે તે કેવું સારૂં ...
કમલસેને પિતાને અભિપ્રાય દૂત દ્વારા સમરસિંહ રાજાને જણાવ્યું. પોતાને બળવાને માનનાર સમરસિંહે તે વાત ઝટ સ્વીકારી લીધી. સમરસિંહ પણ નામ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com