________________
એકવીશ ભવના સ્નેહસ મ ધ
૧
તુરતજ મંત્રીને ખબર માકલાવી. વિધિની વિચિત્રતાને ચિંતવતા મ`ત્રીએ પુત્રીની વાત ગેાપવીને તરતજ રાજ્યમાં પુત્ર જન્મની વધામણિ જાહેર કરીને ગુપ્ત રીતે એ કન્યાને ઉછેરવા માંડી. પુરૂષનાં વજ્ર ધારણ કરાવી શસ અને શાસ્ત્રની યાગ્ય તાલિમ અપાવતાં અનુક્રમે તે યૌવનવયમાં આવવાથી પટ્ટરાણી ચિંતાતુર થયાં. આ પુરૂષરૂપે રહેલી કન્યાને હવે પરણાવવી જોઇએ.
મંત્રીએ પુરતા વિચાર કરી એક પ્રભાવિક યક્ષનું આરાધન કરવાથી ચપાના અધિષ્ઠાયક યક્ષ પ્રસન્ન થઇને એક્લ્યા. ત્રીજે દિવસે પાતનપુર નગરના રાજકુમાર કમલસેનને ચપાનગરીની બહારના સરોવરને કાંઠે લાવીને સુકી ઈશ તે આ માળાને માટે ચોગ્ય વર છે. ચંપાની રાજ્યલક્ષ્મીના સ્વામી પણ તેજ ચરો, આ બાળાના પર વના ભત્ત્વ પણ એજ હતા.”
એ યક્ષના આદેશથી તમારા પર રાગવાળી એ રાજ આળા સાથે હું મંત્રી મતિવન તમારી રાહ જોતા એ ઉદ્યાનમાં અશાકવૃક્ષની છાયામાં બેઠા હતા. તે પછીનું વૃત્તાંત આપ જાણેા છે.” મંત્રી મતિવત રાજકુમાર મલસેન આગળ ચંપાપતિની કથા એરીતે સમાપ્ત કરી.
રાજકુમારે પણ મંત્રીનું વચન અ°ગીકાર કર્યું. આજ સુધી રાજકુમારના વેશ્વમાં રહેલી રાજકુમારી ગુણસેના શુભ મુહુર્તે અને શુભ દિવસે માટા આખરપૂર્વક કમલસેનની સાથે પરણી ગઇ. એ નિમિત્તે માટા વર્ધીપન મહેાત્સવ થયા. તે સાથે મલસેનના ચંપાની ગાદીએ સજ્યાભિષેક પણ થઈ ગયા. રાજકુમાર મલસેન મહારાજ કમલસેન થયા. ચપાનગરીના અંગદેશના ભાગ્ય વિધાતા થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com