SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવના સ્નેહસંબંધ ' ૧૪૩ પડે છે તે ઉપરાંત મારા મસ્તકે વેદના થાય છે. મારા અંગોપાંગ ભડકે બળે છે. મારા શરીરની સંધીઓ તુટી રહી છે. કયાં જાઉ! શું કરું? અરે! મને સ્વામીના વિચગનું દુ:ખ નથી પણ તારા ઉપર મારાથી કાંઈ ઉપકાર થયે નહિ એ દુ:ખ મને અધીક પીડ છે મારા માટે દુખ સહન કરવા છતાં તને કાંઈ ફલમહ્યું નહિ. મૃગલે જેમ દૂરથી મૃગજળ જોઈને દોડે છે પણ આખરે નિરાશ થાય, પણ એમાં તું શું કરે? મેં પરભવમાં મારા સુખને માટે કેટલાને દુ:ખી કર્યા હશે, કિઈને કુડાં આળ દીધાં હશે. પારકાં ધન ચેર્યા હશે તેમજ પરસ્ત્રી ઉપર બળાત્કાર કર્યા હશે. તે મારા પાપ અત્યારે મને ઉદય આવ્યાં છે સુંદર! અત્યારે વગરઅગ્નિએ પણ હું બની જાઉ છું-મરી જાઉ છું, દુ:ખ સહન કરવાને અશક્ત એવી મને તું કાષ્ટની ચિતા ખડકાવી બળી મરવાની રજા આપ.” | હે ભદ્ર! અધીરી ન થા! મારા પ્રાણના ભેગે પણ -હું તારે રોગ દૂર કરીશ. ભાગ્યયોગે તેને આ દુખ પ્રાપ્ત થયું છે પણ તું હવે શ્રાવસ્તી જા! ત્યાં વૈદ્યની ઔષધિથી તારે રેગ દૂર થશે.” . “ત્યાં હવે હું શી રીતે જાઉ? લેકે મને શું કહે ? મારે સ્વામી મને ઘરમાં શી રીતે રાખે? પુરૂષ તે હમેશાં ઈર્ષાવાળા હોય છે માટે હવે તે તું જ વિચાર કર કે મારે મરણ વગર બીજા કેનું શરણ છે અત્યારે??? ગુણસુંદરીનાં વચન સાંભળી બ્રાહ્મણ ગળગળો થયો. “અરે! તારું દુ:ખ હું જેવાને અસમર્થ છું. ભડભડતી ભયંકર અગ્નિ જ્વાલાને હું શી રીતે જોઈ શકું? માટે તું તારે ખુશીથી તારા નગરમાં જા, તને તારા ગામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy