________________
---
૧૩૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરતો ને એના વિયોગની પીડાને ભેગવતે તે દુ:ખી દુ:ખી થઈ ગયો. શાંતિના શિતળતાના અનેક ઉપચાર કરવા. છતાંય વેદરૂચિનું દુ:ખ ઓછું થયું નહિ, ત્યારે એના મિત્રો, મારફતે સર્વે હકીક્ત જાણું એને પિતા દશર્મા બ્રાહ્મણ પુત્રના દુ:ખથી દુ:ખી થઈને સુઘોષ પુરોહિત પાસે આવ્યા. તેણે પોતાના પુત્રને માટે ગુણસુંદરીની માગણું કરી
વેદશર્માની વાત સાંભળી સુઘોષ પુરહિત બોલ્ય. પંડિતજી! આપની વાત તો ઘણી મજેહની છે પણ જરાક અસુર થઈ ગયું. શ્રાવસ્તી નગરના રાજપુરોહિતના પુત્ર પુણ્યશર્માને મેં ગુણીને અર્પણ કરેલી છે, તેની સાથે વિવાહ કરેલો હોવાથી હવે એ બીજાને આપી શકાય નહી. મોટાઓનું વચન અન્યથા થઈ શકે છે કે કેમ ? * સમજુ અને જાણકાર વેદશમ સુધષ પુરોહિતની વાત સાંભળી નિરાશ થઈ ચાલ્યો ગયે, પણ વેદરૂચિ ગુણસુંદરીને ભૂલી શક્યો નહિ. જેમ જેમ એ ભૂલવાને પ્રયત્ન કરે તેમ તેમ વેદરૂચિ કામથી અધિક સંતપ્ત રહેવા લાગ્યો, એના માતા પિતાએ ગુણસુંદરી કરતાં રૂપગુણમાં અધિક કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી આપવાની તત્પરતા દેખાડી પણ ગુણસુંદરીમાં રક્ત થયેલે વેદરૂચિ કઈ પણ સમયે નહિ, એણે અનેક વશીકરણના, મોહિનિને મારો સાધ્યા, દેવતાઓની ઉપાસના કરી. માનતા કરી છતાં ન તો ગુણસુંદરી મલી કે ન તો દેવતા પ્રસન્ન થયા. પુણ્ય વગર જગતમાં શું કાંઇ મલી શકે છે?
યથા સમયે ગુણસુંદરીને પુણ્યશાળી પુણ્યશર્મા પરણીગ, વિધિપૂર્વક એ ગુણસુંદરીને ગ્રહણ કરી પુણ્યશર્મા પોતાને નગર પણ ચાલ્યો ગયે પુણ્યવાનને જગતમાં શું નથી મલતું ? પાપીને જ જગતની વસ્તુઓ માટે તરફડવું
પાસના કરના મહિને કણ સમાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com