________________
--
૧૩૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કરી ધર્મને આચર, વિષનું ભક્ષણ સારૂં, અગ્નિમાં પ્રવેશ કર તેય સારે પણ ઇકિયેના વિષયોને આધીન બની પાપાચાર સેવે તે સારું નથી. કારણ કે સ્પર્શ ઈદ્રિયને આધીન બનીને ગજરાજ બંધનને પામે છે. માછલું ભ્રમર પતંગીયું અને મૃગલું એ બધાં માત્ર એક એક ઇકિયના વિષયને આધીન બનીને મૃત્યુને આધીન બની જાય છે, તો પછી પાંચ ઈદ્રિયોના વિષયને વશ પડેલા માનવીની તો વાતજ શી! - ઋદ્ધિસુંદરીની વાણી સાંભળીને સુચન સાવધાન થઈ ગયો, એનાં જ્ઞાનલોચન જાગ્રત થઈ ગયાં. “હે સુંદરી! તુજ મારી બેન છે, માતા કહે કે ધર્માચાર્ય કહે અત્યારે તે તુજ મારે ગુરૂ સમાન છે, બેલ હવે મારે શું કરવું? - “આજથી પરવારીને ત્યાગ કરી શીલરૂપી આભૂપણથી સુશોભિત થાઓ.” સુંદરીનું વચન અંગીકાર કરી સુલોચને ચોથું અણુવ્રત અંગીકાર કર્યું. પોતાના અપરાધને વારંવાર ખમાવત તે પિતાના નગર તરફ ચાલ્યો ગયો.
'સુધર્મો પણ ત્યાં રહીને ન્યાયથી ઘણું ધન ઉપાર્જન કરી તે ગામમાં પોતાની કીર્તિરૂપી સુવાસ ફેલાવી કેટલાક સમય પછી પિતાની પ્રિયા સાથે સુધર્મ પણ તામ્રલિમી નગરીમાં આવ્યું. પોતાના કુલાચારને પાળત ધર્મકાર્યમાં પ્રીતિવાળો થયો એ દ્વિસુંદરી પણ શ્રાવિકાપણાના કુલાચારને પાળતી અનુક્રમે આયુ: ક્ષયે પ્રથમ દેવલેકે દેવીપણુમાં ઉત્પન્ન થઈ કષ્ટમાં પણ શીલની રક્ષા કરનારને જગતમાં શું નથી મળતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com