________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૧૩૩
E
છે પણ અશુભ ભાવનાને છોડે છે. ત્યારે આપણા સમાગમમાં આવેલો આ સાર્થવાહ એનું પામવાનું તે દૂર રહ્યું બલકે પાપ પરિણામવાળે થઈ અધિક દુ:ખી થયે!
સાગરના કાંઠા ઉપર ફરતાં દેવદેવી સમાન આ યુગલને ત્યાં નજીક રહેલા ગામને ઠાકોર સાગર સહેલ કરવા આવેલ તેણે જોયું. કઈ દિવસ નહિ ને આ જંગલમાં આ શું ? શું જળદેવતા પિતાની દેવી સાથે ક્રીડા કરવા આવેલ હશે કે પિતાની વિદ્યાધરી સાથે રમવા આવેલ કેઈવિદ્યાધર હશે! વિચાર કરતાં એ ઠાકર પાસે આવ્યો ત્યારે એને ખાતરી થઈ કે આ કેઈ ઉત્તમ કુળનાં મનુષ્યસ્ત્રીપુરૂષ છે. ઠાકરે મધુર વચને તેનું બહુ સ્વાગત-સન્માન કર્યું. પિતાના ગામમાં લઈ જઈ તેમને રહેવા માટે એક સગવડવાળું સારું મકાન આપ્યું. ઠાકરેની સહાય મેળવી વ્યાપારવડે ઘન પેદા કરત ને ધર્મસાધન કરતે તે સુખપૂર્વક ઠાકરની છાયામાં રહેવા લાગે
સમુદ્રમાં ડબતો ને માછલાંને શિકાર થતો પેલે પાપી સુલોચન સાર્થવાહ ભાગ્યયોગે કાષ્ટને આધાર પામીને કષ્ટથી સમુદ્રના કાંઠે આવ્યું. સમુદ્રથી બહાર નિકળીને તે જંગલમાં ભ્રમણ કરતો કેઈક પલ્લીમાં ગયો પણ કાંઈ ખાવાનું પ્રાપ્ત થયું નહી. ભુખની પીડાથી વ્યાકુલ થયેલો તે મરેલાં જાનવરના કલેવરમાંથી ગીધપક્ષીની માફક ચુંટીઘુંટીને માંસના લોચા ખાવા લાગ્યો. એ માંસ પાચન ન થવાથી અજીર્ણ થયું. વારંવાર વમન થવા લાગ્યું ને તેમાંથી કુછીને રેગ પેદા થયો ઘમીજનને વાત કરીને જે કામી પુરૂષે પોતાની પાપી અભિલાષા પૂર્ણ કરવાની ઈચ્છા રાખે છે તે સુલેચનની માફક દુ:ખદુ:ખી થઈ જાય છે.
દુ:ખ અને દુર્ભાગ્યથી પીડા પામતો સુલોચન ભટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com