________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજા મનમાં અનેક પ્રકારના વિચાર કરતો બે દત્ત! આ કઈ દેવીની છબી છે? કઈ ચાલાક-ચતુર ચિત્રકારે આને આલેખી છે ખરું ?' • દેવ! આ કાંઈ દેવીની છબી નથી પણ મનુષ્ય છે દત્તને જવાબ સાંભળી રાજા.તાજુબ થયે ..
શું આ મનુષ્ય કન્યા છે? મનુષ્યમાં તે આવું અથાગ રૂપ સંભવી શકે? દેવ કે વિદ્યાધરોમાં જ એ સંભવી શકે
દેવ કે વિદ્યાધર તો શું પણ મનુષ્યમાંય એ સ્વરૂપ સંભવી શકે.
એમ ! તો કહે આ બાળ કેણ છે? આ બાળા મારી ભગિની છે. તારી ભગિની? વણિક કન્યા ?
“ના, રાજકન્યા.” - રાજકન્યા? તે પછી આ બાળા તારી ભગિની. શી રીતે હેઈ શકે? શંખરાજાએ એ ભેદ જાણવા માટે, દત્તકુમાએ પ્રશ્ન કર્યો. રાજા આ ભરતાધના મધ્યખંડમાં આવેલા શંખપુરનગરને શંખરાજ હતો. પિતાનું રાજ્ય. મલે હજી અધિક સમય થયો નથી. એ નવીન યૌવનવાળો, મોટા ભાગ્યવાળને સૌભાગ્યને નિધાન શંખરાજા
ન્યાયથી પ્રજાનું પાલન કરતો હતો. શઠ અને, દુજનેને શિક્ષા કરી સજજનેનું સન્માન કરતો હતો. પ્રજપાલક અને ન્યાયપરાયણ હોવાથી લેકેની ભક્તિ રાજા ઉપર ખુબ હતી.
શંખરાજાના પ્રશ્નના ઉત્તરમાં દત્તકુમાર છે , “દેવ! આ રાજબાળ મારી ધર્મભગિની શી રીતે તે આપ સાંભળો. પિતાની આજ્ઞા મેળવીને ધન કમાવા તેમજ દેશાટન કરવા હું એક મોટા સાથેની સાથે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com