________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૧૧૧ અમારા સ્વામી ઘણાજ પ્રીતિવાળા થઈ ગયા છે તેના વિયોગે પિતાનું રાજકાર્ય પણ સંભારી શકતા નથી માટે હે રાજન! ખોટે મમત્વ કરી તમારૂ રાજપાટ ગુમાવશે નહિ, એક ખીલીને માટે પ્રાસાદ તોડી પાડવાની મહેનત કોણ કરે? માટે અમારા દેવને એ દેવી આપીને તમે વૃદ્ધિ પામે... » - દૂતના વચનથી કીધાંધ થયેલા રાજાએ દૂતને ધક્કા મારી બહાર કાઢી મુકાવ્યો, અપમાન પામેલો દૂત ગુસ્સાથી ધમધમતો પિતાને દેશ ચાલ્યો ગયો. રાજા મહેન્દ્રસિંહને ચંદ્રરાજાના અપમાનની વાતો કહીને ખુબ ઉશકેર્યો
મહેન્દ્રસિંહ દૂતની વાણી સાંભળીને ચતુરંગી સેના સહિત પૃથ્વીને ધમધમાવતે ચંદ્રસિંહના સિમાડે આવી પહે, ચંદ્રસિંહ પણ પિતાના લશ્કર સાથે મહેકસિંહના સામે આવ્યે, બન્ને લશ્કરો સામસામે ખુબ જેસથી લડ્યાં. યુદ્ધમાં છળ અને બળથી મહેન્દ્રસિંહ ચંદ્રસિંહને ઘાયલ કરીને પકડી લીધો. તેણે પોતાના લશ્કર માફરતે નંદપુરી લુંટાવી દીધી ને રતિસુંદરીને રાજમહેલમાંથી પકડી મંગાવી. પોતાનું અભિષ્ટ સિદ્ધ થવાથી મહેન્દ્રસિંહે ચંદ્રસિંહને બંદીખાનાથી મુક્ત કરી એનું રાજ્ય સોંપી દીધું ને પોતે પોતાને દેશ ચાલ્યો ગયો. ત્યાં એક વિશાળ પ્રાસાદમાં રતિસુંદરીને રાખી.
રતિસુંદરીના સૌંદર્યમાં દિવાન બનેલો રાજા મહેકસિંહ રૂવાબદાર વસ્ત્રાભૂષણથી સજજ થઈને રતિસુંદરી પાસે આવ્યા. “પ્રિયે ! તારા સ્વરૂપમાં આશક થયેલા મેં શું નથી કર્યું ? યુદ્ધમાં હજારે માણસનો નાશ કરાવી નાખે. ચંદ્રસિંહ રાજાને યુદ્ધમાં જીતી લઈ એક કેડીને બનાવી દીધો એની રાજ્ય લક્ષ્મી લુંટી લીધી એ બધું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com