SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૬, પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દયવાળી યુવતીઓના નેત્ર કટાક્ષથી પણ જે ઘવાતે નહી, પુરની રમણીય કાંતિવાળી રમણીયને હાવભાવોમાં પણ જે લોભાત નહિ. તેમજ નૃત્ય, ગાન, સંગીત આદિ અનેક કુતુહલોમાં પણ જે આકર્ષા નહિ, એવો વિકાર રહિત કમલસેન પરભવના સુકૃતના અભ્યાસથી યૌવન છતાં ઈધિને દમન કરનાર, ડગલે ને પગલે જીવદયા પાળવાની કાળજી રાખનાર, મુનિની માફક સત્ય બોલર નાર તેમજ જરૂર પુરતું જ બોલનાર વિવેકી થયે, કારણ કે ભેગકુળમાં ઉપન્ન થયો હોય કે રાજ્યકુળમાં, પણ ભવાંતરના સારે યા માઠા સંસ્કારે ઝળક્યા વિના રહે નહિ, વસંતઋતુએ પોતાના અનેરા આભૂષણથી દુનિયાની લીલાને રમણીય બનાવી હતી. ઉદ્યાનમાં અનેક વૃક્ષ, લતાએ લચીપચી પોતાની શોભા વધારી રહી હતી વિવિધ પ્રકારની લત્તાઓ પુષ્પના ભારથી ઝુકી પડેલી. ને રજકણને કણીયાથી વનના વાયુને સુગંધિત કરતી રસિક માનવીનાં દિલ બહેલાવી રહી હતી. એ વસંતની શેભામાં મહાલવાને મિત્રોએ કમલસેનને પ્રેરણા કરી.. કમલસેન મિત્રના આગ્રહને વશ થઈ વસંતને રાગ જેવાને નંદનવનમાં ગમે ત્યાં મિત્રો કમલસેનને પ્રસન્ન કરવાને અનેક પ્રકારે ક્રિીડા કરવા લાગ્યા. ઉદ્યાનના આકર્ષણમાં, લોભાયેલા મિત્ર મજા માણતા આગળ નિકળી ગયા, દરમિયાન કમલસેને કંઈક રૂદન જેવું સાંભર્યું, “આહા! પૃથ્વી નિર્નાથા થઈ ગઈ એ શબ્દ સાંભળીને કમલસેન ચમકે પિતાજી ન્યાયથી પ્રજાને પાળે છતે આ કેણ દુ:ખી સી પિકારે છે?' એણે તપાસ કરી પણ કાંઈ જણાયું નહિ. ગુંજારવ કરતા બ્રમરાના શબ્દમાં મારી એ ભ્રમણા થઈ હશે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy