________________
આ કામને અંગે આ ગ્રંથના પ્રકાશક મેસર્સ એસ. બી. શાહ તથા મુદ્રક પં ભગવાનદાસને અમે આભાર માનીએ છીએ. પ્રકાશકે ગ્રંથની છપામણી તથા કાગળની બાબતમાં વધારે ખર્ચ કરીને નિર્ણયસાગરનાં બીબાંથી ગ્રંથ છાપવાની તથા સારા કાગળો વાપરવાની અને વિદ્યાથની આંખને નુકશાન ન કરે એ રીતે ગોઠવણી કરવાની અમારી વિનંતી સ્વીકારી છે. જૈન સાહિત્યના વાર્તા ભંડાર માંથી કેટલીક વાતો આપવી એવી અમારી ઇચ્છા જાણીને પંડિત શ્રી. ભગવાનદાસે અમને કામદેવનૃપતિકથાનું સૂચન કર્યું છે. પ્રક જોવામાં પણ તેમણે સારી મદદ કરી છે. બીજા જે મિત્રોએ સૂચના આદિની મદદ કરી છે તેમને પણ ઉપકાર માનીએ છીએ.
ગ્રંથમાં રહી ગયેલા દેશે અમને જે કઈ બતાવશે તેમને આભાર માનીશું.
એલીસબ્રીજ અમદાવાદ
રસિકલાલ છો. પરીખ.
રામચંદ્ર બ. આઠવલે.
તા. ૩૦-૪-૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com